-
ઓલપાડના ખેડૂતને લોન લેવી પડી મોંઘી
-
ભેજાબાજોએ લોનના નામે આચરી છેતરપિંડી
-
જમીન પર 2 કરોડની લોન આપવાનું જણાવી કરી છેતરપિંડી
-
જમીનનો વેચાણ દસ્તાવેજ પણ લખવી લીધો હતો
-
પોલીસે એક આરોપીની કરી ધરપકડ,અન્ય ફરાર
સુરતના ઓલપાડ તેના ગામમાં જમીનદલાલની પત્નીની માલિકીની જમીન પર 2 કરોડની રકમ ફાઇનાન્સથી આપવાની લોભામણી વાત કરીને છેતરપિંડી કરવામાં આવી હતી,જેમાં ભેજાબાજે જમીનનો વેચાણ દસ્તાવેજ કરાવી લીધો હતો,આખો મામલો પોલીસ મથકમાં પહોંચતા પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.
સુરતના ઓલપાડ તેના ગામમાં જમીન દલાલની પત્નીની માલિકીની જમીન પર 2 કરોડની રકમ ફાઇનાન્સથી આપવાની લોભામણી વાત કરીને છેતરપિંડી કરવામાં આવી હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી.અને સુરતના કતારગામ ખાતે કાંતેશ્વર સોસાયટીમાં રહેતા જમીન દલાલ મહેશ મનજી ગોળકીયાએ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ આપી હતી.જેના આધારે પોલીસે દિલીપસિંહ વખતસંગ વાળા, મેહુલ કીરીટસિંહ જાદવ, હરદતસિંહ જયદેવ સિંહ જાદવ, બહાદુરસિંહ જયવીરસિંહ જાદવ, જયરાજસિંહ વનરાજસિંહ જાદવ સામે ગુનો નોંધ્યો છે.
આ ઘટનામાં ઇકો સેલ દ્વારા આરોપી દિલીપસિંહ વખતસંગ વાળાની ધરપકડ કરી હતી.અને અન્ય ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા હતા.