સુરત: પોલીસે ઇન્ટરનેશનલ સાયબર ફ્રોડનો પર્દાફાશ કર્યો,ત્રણ આરોપીઓની ધરપકડ કરાઈ

સુરતમાં સામાન્ય લોકોને લોભ લાલચ આપીને તેમના બેંકમાં એકાઉન્ટ ખોલાવી કરોડો રૂપિયાનું ઇન્ટરનેશનલ કૌભાંડ આચરનાર ત્રણ આરોપીઓની પોલીસે ધરપકડ કરી હતી.

New Update

સુરતથી ઇન્ટરનેશનલ સાયબર ફ્રોડનો મામલો 

સાયબર સેલની  ટીમે કર્યો સાયબર ફ્રોડનો પર્દાફાશ 

ત્રણ આરોપીઓની કરી ધરપકડ

પોલીસે 258 જેટલા  સીમકાર્ડ કર્યા જપ્ત 

261 બેંક ખાતામાં કુલ રૂ.77,55,29,202નું  થયું ટ્રાન્જેક્શન

સુરતમાં સામાન્ય લોકોને લોભ લાલચ આપીને તેમના બેંકમાં એકાઉન્ટ ખોલાવી કરોડો રૂપિયાનું ઇન્ટરનેશનલ કૌભાંડ આચરનાર ત્રણ આરોપીઓની પોલીસે ધરપકડ કરી હતી.

સુરતમાં સામાન્ય લોકોના નામે બેંક એકાઉન્ટ ખોલાવી તેની ઇન્સ્ટન્ટ બેંકની કીટ તથા સીમકાર્ડ મેળવી તેને દુબઈ મોકલવામાં આવતા હતા.જે કૌભાંડનો પર્દાફાશ સુરત સાયબર સેલ દ્વારા કરવામાં આવ્યો છે. સુરત સાયબર સેલે ત્રણ લોકોની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી પોલીસે 28 મોબાઈલ, 86 અલગ અલગ બેંકના ડેબિટ કાર્ડ, 180 પાસબુક, 30 ચેકબુક અને અલગ અલગ કંપનીના 258 જેટલા સીમકાર્ડ મળી આવ્યા છે. કુલ 261 બેંક એકાઉન્ટમાં જાન્યુઆરી 2024થી લઈ આજ દિન સુધી કુલ 77 કરોડ 55 લાખ 29 હજાર 202 ટ્રાન્જેક્શન મળી આવ્યા છે. આરોપીઓ પાસેથી જે બેંક દસ્તાવેજ મળી આવ્યા છે. તે અનુસાર અલગ અલગ 947થી વધુ બેંક એકાઉન્ટની વિગત સાયબર સેલને મળી છે.અને પોલીસે હાલમાં આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા સહિતની વસ્તુઓ મળીને કુલ રૂપિયા 6 લાખ 30 હજાર 200નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.જ્યારે અન્ય ત્રણ આરોપીઓને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે.આરોપીઓ ઇન્ટરનેટના માધ્યમ દ્વારા દેશના જુદા જુદા ભાગોમાં સાયબર ક્રાઇમના ગુન્હાને અંજામ આપતા હતા.

Latest Stories