-
સારોલી પોલીસને મળી વાહન ચેકિંગમાં સફળતા
-
પોલીસે 14 કિલો કિં.રૂ.8 કરોડનું સોનુ કબજે કર્યું
-
સોના સાથે બે શખ્સોની કરી ધરપકડ
-
કાપડમાં સંતાડીને સોનાનું લઇ જવામાં આવતું હતું
-
પોલીસે સઘન તપાસનો શરૂ કર્યો ધમધમાટ
સુરત સીમાડા ચેક પોસ્ટ પર સરોલી પોલીસ દ્વારા વાહન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.જેમાં એક કારમાંથી 14 કિલો સોનુ શંકાસ્પદ રીતે મળી આવ્યું હતું,અને પોલીસે બે શખ્સોની ધરપકડ કરી હતી.
સુરત સીમાડા ચેક પોસ્ટ પર સરોલી પોલીસ દ્વારા સઘન વાહન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું,અને પોલીસ દ્વારા ચેકપોસ્ટ પરથી પસાર થતા વાહનોનું ચેકીંગ કરવામાં આવી રહ્યું હતું,તે દરમિયાન એક કાર પોલીસને શંકાસ્પદ જણાય આવી હતી,તેથી પોલીસે કારની તલાશી લેતા તેમાંથી કાપડની અંદર સંતાડેલુ સોનુ મળી આવતા પોલીસ ચોંકી ઉઠી હતી.પોલીસે 14 કિલો શંકાસ્પદ સોનુ કિંમત રૂપિયા 8 કરોડના જથ્થા સાથે બે શખ્સો હિરેન ભટ્ટી અને મનજી ધામેલીયાની ધરપકડ કરી હતી,અને સોનાનાં જથ્થા સંદર્ભે જરૂરી દસ્તાવેજી પુરાવા માંગ્યા હતા,પરંતુ તેઓ પોલીસને કોઈ જ યોગ્ય પ્રત્યુત્તર આપી શક્યા નહોતા.પોલીસ તપાસમાં મહિધરપુરા થી ઉભેળ ખાતે કોઈ ફેક્ટરીમાં સોનું લઈ જતા હોવાનું બહાર આવ્યું હતું.હાલ પોલીસે બંને શખ્સોની ધરપકડ કરીને શંકાસ્પદ સોના પાછળનો ઉદ્દેશ્ય જાણવા માટેની કવાયત હાથ ધરી છે.