New Update
/connect-gujarat/media/post_banners/b90f7c0847dae4a74701f1b6625d4e4a0d9d31b558a5a403b063f9c1fc774ffe.jpg)
સુરત પોલીસ કમિશ્નર દ્વારા એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. જેમાં પોલીસકર્મીઓ માટે બીચ વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે.
પોલીસ અને સામાન્ય વ્યક્તિ વચ્ચે મૈત્રી વધુ ગાઢ બને અને લોકોમાંથી પોલીસ પ્રત્યેનો ડર દૂર થાય તે હેતુથી સુરત પોલીસ અને વોલીબોલ એસોસિએશનના સહયોગથી વોલીબોલ ટુર્નામેન્ટની આજથી શરૂઆત કરાય છે, ત્યારે ત્રિદિવસીય વોલીબોલ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ નિહાળવા રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ આવનાર છે. જે માટે ખેલાડીઓ દ્વારા તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ સાથે જ ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે વિજેતા ખેલાડીઓ માટે ઇનામ વિતરણ કરવામાં આવશે.
Latest Stories