સુરત : લસકાણા કઠોદરા ગામમાં બુટલેગરના ગેરકાયદેસર પતરાના શેડને આખેઆખો તોડી પાડતી પોલીસ

સુરતના લસકાણા કઠોદરા ગામમાં કુખ્યાત બુટલેગર દ્વારા કરવામાં આવેલા પતરાના શેડના દબાણ પર પોલીસનું બુલડોઝર ફર્યું હતું,અને આખેઆખો શેડ તોડી પાડીને કડક કાર્યવાહી કરવામાં આવી હતી.

New Update
  • બુટલેગરોપર પોલીસની ગાજ

  • દબાણકરનારા બૂટલેગરો સામે કાર્યવાહી

  • બુટલેગર દ્વારા કરાયું હતું દબાણ

  • પતરાનો મોટો શેડ ઉભો કરી કર્યું હતું દબાણ

  • ગેરકાયદે પતરાનો આખેઆખો શેડ તોડી પડાયો

સુરતનાલસકાણા કઠોદરા ગામમાં કુખ્યાત બુટલેગર દ્વારા કરવામાં આવેલા પતરાના શેડના દબાણ પર પોલીસનું બુલડોઝર ફર્યું હતું,અને આખેઆખો શેડ તોડી પાડીને કડક કાર્યવાહી કરવામાં આવી હતી.

ગુજરાત રાજ્ય પોલીસવડા દ્વારા ગુનેગારી આલમ સાથે સંકળાયેલા તત્વો સામે કાર્યવાહીની સૂચના બાદ પોલીસતંત્ર દ્વારા અસામાજિક પ્રવૃત્તિઓને અંજામ આપતા અને ગુનાહિત કૃત્યો સાથે સંકળાયેલા લોકો સામે કાયદાનો સકંજો કસ્યો છે.જે અંતર્ગત સુરત પોલીસ પણ એક્શનમાં આવી છે,અને બુટલેગરો પર તવાઈ બોલાવવામાં આવી છે.લસકાણા પોલીસ દ્વારા બુટલેગર અતુલ પરમાર બાદ રાહુલ રાઠોડના ગેરકાયદે દબાણ પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે.રાહુલ રાઠોડ દ્વારા ગેરકાયદેસર રીતે મોટો પતરાનો શેડ ઉભો કરવામાં આવ્યો હતો.જેને પોલીસે બુલડોઝરની મદદથી જમીનદોસ્ત કરી દીધો હતો.જાણવા મળ્યા મુજબ બુટલેગર અતુલ પરમાર સામે પ્રોહિબિશનના 11 ગુન્હા દાખલ થયા હતા,જ્યારે રાહુલ રાઠોડ પર પ્રોહિબિશનના ચાર ગુન્હા નોંધવામાં આવ્યા હતા.પોલીસની કાર્યવાહીના પગલે અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

Latest Stories