-
બોગસ ડોક્ટરની ફોજ પર પોલીસની તવાઈ
-
1200 લોકોને નકલી ડોક્ટર બનાવનાર આરોપી પોલીસ સકંજામાં
-
ડો.રસેશ ધરાવે છે ગુનાહિત ભૂતકાળ
-
નાબાલિક યુવતીનો કરાવ્યો હતો ગર્ભપાત
-
પોલીસે 13 બોગસ ડોક્ટરોની કરી છે ધરપકડ
સુરત પોલીસ દ્વારા બોગસ ડોકટરો પર તવાઈ બોલાવવામાં આવી હતી,જેમાં ચોંકાવનારી હકીકત બહાર આવતા ખુદ પોલીસ પણ અચંબામાં મુકાઈ ગઈ હતી,પોલીસે હાલ મુખ્ય આરોપી સહિત 14 આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
સુરત ઝોન 4 પોલીસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે,જેમાં ડ્રગ્સ આરોપીને ખોટું મેડિકલ સિર્ટીફીકેટ આપીને જામીન આપવાના કેસમાં ઝડપાયેલા બોગસ ડોક્ટરની ઘટના બાદ પોલીસે મોટી કાર્યવાહી કરી હતી,જેમાં ડો.રસેશે ગુજરાતના 1200 લોકોને નકલી ડોક્ટર બનાવીને માત્ર ગુજરાતના લોકોના જીવ જ જોખમમાં નથી મૂકી દીધા છે, સાથે પોતે પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે.અત્યાર સુધીમાં ડો.રસેશ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ત્રણ ગુના નોંધાયા છે, જેમાં સૌથી ગંભીર કેસ એક નાબાલિક યુવતીના ગર્ભપાતનો છે. આ કેસમાં ડો. રસેશ જેલ પણ જઈ ચૂક્યો છે.
સુરતની પાંડેસરા પોલીસે તેમના વિસ્તારના બોગસ ડોક્ટરોની ક્લિનિક પર મોટાપાયે કાર્યવાહી કરી છે. શ્રમિક વિસ્તારમાં ક્લિનિક શરૂ કરીને નિર્દોષ ગરીબ લોકોની સારવારના નામે ખોટો ઉપચાર કરીને તેમનો જીવ જોખમમાં મૂકનારા આ નકલી ડોક્ટરો સામે પોલીસે કડક કાર્યવાહી કરી છે. આ કેસમાં મુખ્ય આરોપી સહિત 13 નકલી ડોક્ટરોની ધરપકડ કરવામાં આવી છે.
ગેરકાયદેસર ગર્ભપાત કરાવનાર અને પોતાને ડોક્ટર તરીકે રજૂ કરનાર ડો. રસેશ હાલ પાંડેસરા પોલીસ સકંજામાં છે. સુરતના પાંડેસરા પોલીસ સ્ટેશનમાં રસેશ ગુજરાતીને લઈને બે કેસ નોંધાયા છે.
આ કેસની પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ડો.રાવત અને ડો. રસેશ સાથે મળીને ધોરણ 10-12 પાસ બેકારોને 70 હજારમાં બોગસ મેડિકલ ડિગ્રી આપવાનું રેકેટ ચલાવતા હતા. માત્ર એટલું જ નહીં, રજિસ્ટ્રેશન પેટે મહિને 5000 રૂપિયા વસૂલતા હતા.1992થી ચાલતા આ રેકેટમાં 1200 લોકોને બોગસ ડિગ્રી આપી છે.