-
માનસિક તાણના કારણે આત્મહત્યાના કિસ્સાઓમાં વધારો
-
શહેર તથા જીલ્લામાં વધતાં આત્મહત્યાના બનાવો રોકાશે
-
સુરત પોલીસ દ્વારા વિશેષ કમિટીની રચના કરવામાં આવી
-
કમિટી દ્વારા NGOને સાથે રાખી કામગીરી કરવામાં આવશે
-
મહત્વતા આપી આવા કેસોમાં ઘટાડો થાય તેવા પ્રયાસો
સુરત શહેર તથા જીલ્લામાં વધતાં આત્મહત્યાના બનાવો રોકવા માટે પોલીસ દ્વારા કમિટીની રચના કરવામાં આવી છે. જે કમિટી દ્વારા NGOને સાથે રાખી કામગીરી કરવામાં આવી રહી છે.
હાલના કપરા સમયમાં ધંધા-રોજગાર, વેપારમાં મંદી સહિત અને પ્રકારની સમસ્યાઓના કારણે સર્જાતી માનસિક તાણના કારણે આત્મહત્યા કરવાના કિસ્સાઓ દિન પ્રતદિન વધી રહ્યાં છે, ત્યારે સુરત શહેર તથા જીલ્લામાં આત્મહત્યા રોકવા માટે પોલીસ દ્વારા કમિટીની રચના કરવામાં આવી છે. જેમાં ઘરેથી ભાગી ગયેલા લોકોને શોધવા માટે પણ એક NGO સાથે રાખી પોલીસે કવાયત હાથ ધરી છે.
આ સાથે જ તેઓ કેમ ઘર છોડીને બહાર નીકળી ગયા તે પણ જાણવા પોલીસ કામગીરી કરશે, અને ત્યારબાદ તેમની સમસ્યાનું નિવારણ લાવવા પણ સુરત પોલીસ પ્રયાસ કરશે. જે સ્થળે વારંવાર અકસ્માત થાય તે સ્થળને રેડ ઝોન જાહેર કરી સુધારવાના પ્રયત્નો કરવામાં આવશે. ખાસ ડ્રગ્સ વેંચતા અને લેતા લોકોના વિસ્તારમાં અભ્યાસ અને તેઓને ટ્રેસ કરી સુધારવાના પ્રયાસો કરવામાં આવશે. વર્ષ 2025માં પોલીસ આ કાર્યોને મહત્વતા આપી આવા કેસોમાં ઘટાડો થાય તેવા પ્રયાસો કરશે.