New Update
સુરતના વરાછામાંથી ઝડપાયું ફટાકડાનું ગોડાઉન
પોલીસે ફટાકડાનું ગોડાઉન ઝડપી પાડ્યું
પરમિશન વગર ફટાકડાનો જથ્થો સંગ્રહ કરવામાં આવ્યો હતો
રેડ દરમિયાન 95 લાખથી વધુના ફટાકડા કબ્જે કર્યા
સમગ્ર ગોડાઉનને સીલ કરી દેવામાં આવ્યું
સુરતના વરાછામાંથી પોલીસે ફટાકડાનું એક ગોડાઉન ઝડપી પાડ્યું હતું,જેમાં જોખમી રીતે પરમિશન વગર રહેણાંક વિસ્તારમાં ફટાકડા સંગ્રહ કરવામાં આવ્યા હતા.
સુરતના વરાછામાં રહેણાંક વિસ્તારમાં પોલીસે એક ગોડાઉન પર રેડ કરી હતી,જેમાં પોલીસને મોટા પ્રમાણમાં ફટાકડાનો સંગ્રહ કરેલો જથ્થો મળી આવ્યો હતો.પોલીસ તપાસમાં પરમિશન વગર રહેણાંક વિસ્તારમાં જોખમી રીતે ફટાકડાનો સંગ્રહ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.અને આગની બનતી ઘટનાને પગલે પોલીસે કડક કાર્યવાહી કરી હતી.હાલ પોલીસે આ ઘટનામાં 95 લાખના ફટાકડા જપ્ત કર્યા છે,અને પોલીસે બે સગા ભાઈઓની ધરપકડ કરીને અન્ય એક ઈસમને વોન્ટેડ જાહેર કર્યો હતો.
Latest Stories