Connect Gujarat
સુરત 

સુરત: આપના સહપ્રભારી રાઘવ ચઢ્ઢાની પ્રેસ કોન્ફરન્સ, ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બની રહી હોવાનો કર્યો દાવો

આમ આદમી પાર્ટીની લોકપ્રિયતા ગુજરાતમાં સતત વધી રહી છે જેનું પરિણામ આગામી વિધાનસભાને બેઠકમાં દેખાઈ શકે છે.

X

આમ આદમી પાર્ટીના પ્રભારી રાઘવ ચઢ્ઢા બે દિવસના ગુજરાત પ્રવાસે છે. બીજી ઓક્ટોબરે દાંડી ખાતે કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સુરત સર્કિટ હાઉસ પહોંચ્યા હતા. પત્રકાર પરિષદને સંબોધતા તેમને બે થી ત્રણ મહત્વના મુદ્દાઓ ઉપર પોતાનું મંતવ્ય રજૂ કર્યું હતું..

આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રભારી રાઘવ ચઢ્ઢાએ સુરત ખાતે પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી જેમાં તેઓએ જણાવ્યું હતુ કે ઇન્ટેલિજન્ટ બ્યુરોએ સરકારને આપેલા રિપોર્ટમાં ચોંકાવનારા થઈ રહ્યા છે. આમ આદમી પાર્ટી ગુજરાતમાં નજીવા માર્જિન સાથે સત્તા આરૂઢ થશે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીની વેવ દેખાઈ રહી છે. આમ આદમી પાર્ટીની લોકપ્રિયતા ગુજરાતમાં સતત વધી રહી છે જેનું પરિણામ આગામી વિધાનસભાને બેઠકમાં દેખાઈ શકે છે.જે રીતે ગાંધીજીએ દાંડી ખાતેથી મીઠાનો સત્યાગ્રહ શરૂ કરીને અંગ્રેજ સરકારને હરાવ્યા હતા.

એવી જ રીતે અત્યારના કાળા અંગ્રેજોને પણ હરાવવા માટેનો સંકલ્પ કર્યો છે. રાજ્યના ગૃહ મંત્રી દ્વારા તાજેતરમાં જ કહેવામાં આવ્યું હતું કે અમને મળતાં ઈનપુટ્સને કારણે ખૂબ મોટા પ્રમાણમાં ડ્રગ્સ ઝડપાઈ રહ્યું છે. જોકે આ બાબતે આશ્ચર્યજનક રીતે રાઘવ ચઢ્ઢાએ જણાવ્યું કે અમે ઇનપુટ્સ આપી રહ્યા છે અને ડ્રગ્સ ઝડપાઈ રહ્યું છે.

Next Story
Share it