સુરત : વિદેશમાં વ્યાપાર કરતા સરકારી શાળાના આચાર્યને સસ્પેન્ડ કરાયો

સુરતના અમરોલી વિસ્તારની સરકારી શાળાના આચાર્ય શાળાનું કામ છોડી ચાલુ નોકરીએ વિદેશમાં વ્યાપાર કરતા હોવાનો ભાંડો ફૂટ્યો છે,

New Update
Advertisment
  • અમરોલી વિસ્તારની સરકારી શાળાના આચાર્યનું કૌભાંડ

  • આચાર્ય શાળાનું કામ છોડી ચાલુ નોકરીએ વિદેશ પહોચ્યા

  • વિદેશમાં આચાર્ય વ્યાપાર કરતા હોવાનો ભાંડો ફૂટ્યો

  • રાજ્યના શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાનો નિર્ણય

  • આચાર્યને તાત્કાલિક સસ્પેન્ડ કરવાના આદેશ અપાયા

Advertisment

સુરતના અમરોલી વિસ્તારની સરકારી શાળાના આચાર્ય શાળાનું કામ છોડી ચાલુ નોકરીએ વિદેશમાં વ્યાપાર કરતા હોવાનો ભાંડો ફૂટ્યો છેત્યારે આ મામલે રાજ્યના શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાએ આચાર્યને તાત્કાલિક સસ્પેન્ડ કરવાના આદેશ આપતા શિક્ષણ જગતમાં ખળભળાટ મચ્યો છે.

સુરત શહેરના અમરોલી કોસાડ આવાસમાં આવેલી શાળા નં. 285માં સંજય પટેલ આચાર્ય તરીકે કરજ બજાવે છે. સુરતમાં સરકારી શાળાના આચાર્ય સંજય પટેલ શાળાનું કામ છોડી વ્યાપાર કરતા હોવાની ફરિયાદ મળી હતી. દુબઈમાં વેપાર કરતાં હોવાથી વારંવાર દુબઈ જતા હોવાની ફરિયાદ મળી હતી. એટલું જ નહીંવર્ષ 2023માં 33 વખત દુબઈ પ્રવાસ કર્યો હોવાની માહિતી મળી છે. આચાર્યને અપહરણકારોએ ઢોર માર માર્યો હોવાની પોલીસમાં ફરિયાદ બાદ સમગ્ર મામલો સામે આવ્યો હતો. નોટિસ આપતા અકસ્માતનું બહાનું કાઢીને હાલ આચાર્ય મેડિકલ લીવ લઇ રજા પર ઉતરી ગયા છે.

કોઈપણ શિક્ષક કેઆચાર્ય વિદેશ પ્રવાસ કરે તો ફરજિયાત સંબંધિત અધિકારીને NOC લઈ જાણ કરવાની હોય છે. આચાર્ય સામે મળેલી ફરિયાદને લઈ રૂબરૂ ખુલાસા માટે તેઓને નોટિસ આપવામાં આવી હતી. દુબઈ ફરવા ગયા હશેતો પાસપોર્ટ પર સિક્કાના પુરાવા પણ લેવામાં આવશે. જોકેજાણ કર્યા વગર કેગેરરીતી પૂર્વક આચાર્ય વારંવાર રજા પર જતા હોવાની ફરિયાદને લઈ સઘન તપાસ શરૂ કરાય છે. સંજય પટેલના દુબઈ પ્રવાસના છેડા અમદાવાદમાં નોંધાયેલી અપહરણની ફરિયાદ સાથે જોડાયેલા છે. સંજય પટેલે અમદાવાદમાં ફરિયાદ આપ્યા બાદ દુબઇ પ્રવાસનો ભાંડો ફૂટ્યો છે. કેસમાં અમદાવાદ મણિનગરમાં ઓફિસ ધરાવતા શખ્સે નિકોલના વ્યક્તિ સાથે મળી આચાર્ય સંજય પટેલની ઓળખાણ મારફતે દુબઈમાં રહેતા અને એક ધારાસભ્યના ભત્રીજાને ઉછીના રૂ. 3.50 કરોડ અપાવ્યા હતા. ધારાસભ્યના ભત્રીજાએ સમયસર પૈસા પરત ન કરતા શખ્સોએ સંજય પટેલને મણિનગર બોલાવી વિવિધ સ્થળ પર ગોંધી રાખી માર માર્યો હતો.

સમગ્ર મામલે રાજ્યના શિક્ષણમંત્રી પ્રફુલ પાનશેરિયાએ જણાવ્યું હતું કે,  ગુજરાતમાં લાખો શિક્ષકો છે જેઓ પોતાની ફરજ ખૂબ જ નિષ્ઠાથી નિભાવી રહ્યા છે. પરંતુ અમુક શિક્ષકો 3 મહિના કે6 મહિનાઓની રજાઓ પર જતા રહે છે. તેવામાં સુરતની શાળાના 2 શિક્ષકો એવા મળ્યા છે. જેમાંથી એક સંજય પટેલ નામનો શિક્ષક જે દુબઈમાં બિઝનેસ કરતો હતોઅને અહી શાળા રેઢી રહેતી હતી. જેથી વિદ્યાર્થીઓના અભ્યાસ ઉપર અસર પહોંચી રહી છે.

વધુમાં શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું કેએક વર્ષ દરમિયાન અમે એક અભિયાન ઉપાડ્યું હતું. જેમાં કુલ 60 જેટલા લોકો નીકળ્યા હતાઅને તે તમામને ત્યારે જ બરતરફ કરી દેવાની સૂચના આપી દેવામાં આવી હતી. હાલમાં દરેક જિલ્લાના શિક્ષણ અધિકારીને તપાસ સોંપી દેવામાં આવી છે. જેમાં કૌભાંડી શિક્ષકોએ રજાનો પગાર લીધો છેતો તે પણ તેમની પાસેથી વસૂલ કરવામાં આવશે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, ACBમાં પણ કેસ થતો હોય તો શાસણાધિકારીને સૂચના આપવામાં આવી છે. આ સાથે જ કૌભાંડી શિક્ષકને તાત્કાલિક સસ્પેન્ડ કરવા આદેશ અપાયો છે.

Latest Stories