Connect Gujarat
સુરત 

સુરત : મોટેરા સ્ટેડિયમના બદલાયેલા નામનો બારડોલીમાં વિરોધ, જુઓ યાત્રા શરૂ થાય તે પહેલા શું થયું..!

સરદાર સંકલ્પ આંદોલન સમિતિના નેજા હેઠળ આજે આ યાત્રાની શરૂઆત થાય તે પહેલાં જ અલ્પેશ કથીરિયા સહિત 70 કાર્યકર્તાની અટકાયત કરવામાં આવી હતી.

X

બારડોલી ખાતે પાસના અલ્પેશ કથીરિયા સહિતના આગેવાનો દ્વારા સરદાર સંકલ્પ આંદોલન સમિતિના નેજા હેઠળ આજે આ યાત્રાની શરૂઆત થાય તે પહેલાં જ અલ્પેશ કથીરિયા સહિત 70 કાર્યકર્તાની અટકાયત કરવામાં આવી હતી.

થોડા સમય પહેલા જ અમદાવાદ સ્થિત સરદાર પટેલ સ્ટેડિયમ મોટેરાનું નવીનીકરણ થયું હતું. આ નવીનીકરણ થતાં જ તેમના નામની જગ્યા પર હાલના વડાપ્રધાનના નામથી આ સ્ટેડિયમનું નામકરણ કરી દેવામાં આવ્યું હતું. જેમાં સરદાર પટેલનું અપમાન જણાવી વિરોધ કરવામાં આવ્યો હતો. સરદાર સન્માન સંકલ્પ યાત્રા આજરોજ બારડોલી સ્થિત સ્વરાજ આશ્રમથી નીકળીને આવતીકાલે અમદાવાદ મોટેરા સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પૂર્ણ થનાર હતી.પાસના અલ્પેશ કથીરિયા સહિતના આગેવાનો દ્વારા સરદાર સંકલ્પ આંદોલન સમિતિના નેજા હેઠળ સરદાર સન્માન સંકલ્પ યાત્રાની જાહેરાત કરાઈ હતી. આજે આ યાત્રાની શરૂઆત થાય તે પહેલાં જ બારડોલી ખાતે પાસના અલ્પેશ કથીરિયા સહિત 70 કાર્યકર્તાની અટકાયત કરવામાં આવી છે. પોલીસ દ્વારા રૂરલ પોલીસ સ્ટેશને અલ્પેશ કથીરિયા સહિતના હોદ્દેદારો અને કાર્યકર્તાઓને લઈ જવાયા હતા.

Next Story