સુરત : પાલનપુરમાં મહિલાઓની દારૂના અડ્ડા પર જનતા રેડ,બૂટલેગરનું ઉદ્ધતાઈભર્યું વલણ

સુરત શેહરના પાલનપુરમાં મહાદેવ ફળિયામાં લાંબા સમયથી દેશી દારૂનું વેચાણ ચાલતું હતું, જેના કારણે કોલેજ જતી યુવતીઓ અને મહિલાઓની સુરક્ષા જોખમાઈ હતી.

New Update
  • પાલનપુરમાં દારૂના દૂષણ સામે આક્રોશ

  • નારીશક્તિ મેદાનમાં ઉતરીને બતાવ્યો પરચો

  • રહેણાંક વિસ્તારમાં દારૂના અડ્ડા પર કરી જનતા રેડ

  • મહિલાઓ સાથે બુટલેગરનું ઉદ્ધતાઈ ભર્યું વર્તન

  • પોલીસે પણ સ્થાનિકોના રોષનો સામનો કરવો પડ્યો 

સુરતના પાલનપુરમાં દારૂના દૂષણ સામે આખરે નારીશક્તિએ પરચો બતાવ્યો હતો.મહાદેવ ફળિયામાં રહેણાંક વિસ્તારમાં ચાલતા દેશી દારૂના અડ્ડાથી કંટાળેલી મહિલાઓએ જનતા રેડ કરી કરી હતી.જેના કારણે બુટલેગરોમાં સોંપો પડી ગયો હતો.

સુરત શેહરના પાલનપુરમાં મહાદેવ ફળિયામાં લાંબા સમયથી દેશી દારૂનું વેચાણ ચાલતું હતુંજેના કારણે કોલેજ જતી યુવતીઓ અને મહિલાઓની સુરક્ષા જોખમાઈ હતી. જ્યારે મહિલાઓ આ અડ્ડો બંધ કરાવવા ગઈત્યારે બૂટલેગરે ઉદ્ધતાઈ પૂર્વક જવાબ આપ્યો કે, 'અહીં દારૂ વેચાય તો તમને શું વાંધો છેતમને શું નડે છે?'  આ સાંભળતા જ મહિલાઓનો સંયમ તૂટ્યો અને માસૂમ બાળકોને તેડીને પણ મહિલાઓ અડ્ડાની અંદર ઘૂસી ગઈ હતી અને દારૂના જથ્થાનો નાશ કરવાનું શરૂ કર્યું હતું.

મહિલાઓએ આ રેડ ત્યારે પાડી જ્યારે અડ્ડા પર ગ્રાહકોની ભીડ જામી હતી. મહિલાઓના રૌદ્ર સ્વરૂપને જોઈને દારૂ પીવા આવેલા તત્વો અને બૂટલેગરોમાં ભારે નાસભાગ મચી ગઈ હતી. મહિલાઓએ રસ્તા પર દારૂની પોટલીઓ ફેંકીને તંત્રની નિષ્ક્રિયતા સામે પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો.

ઘટનાની જાણ થતા જ પાલ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. જો કેપોલીસે આવતાની સાથે જ સ્થાનિકોના રોષનો સામનો કરવો પડ્યો હતો. સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે અનેક રજૂઆતો છતાં પોલીસે કોઈ કાર્યવાહી કરી નહોતીજેના કારણે અમારે આ પગલું ભરવું પડ્યું છે. રહેણાક વિસ્તારમાં ખુલ્લેઆમ દારૂ વેચાય અને પોલીસને ખબર ન હોય તે બાબત શંકાસ્પદ હોવાનું લોકોએ જણાવ્યું હતું.

Latest Stories