/connect-gujarat/media/post_banners/c591f79e1fe21437cde2ac8754c6aac193758e10e996c4978f29268cb353d283.jpg)
સુરત જિલ્લાની કીમ રેલ્વે ફાટક કલાકો સુધી બંધ રહેતા વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ત્યારે આજે અકળાયેલા વાહનચાલકોએ રેલ્વેના અધિકારીઓને ઉગ્ર રજૂઆત કરી હતી વાપીથી વડોદરા વચ્ચેની રેલવે ફાટકો પૈકી સૌથી વધુ ટ્રાફિક પ્રભાવીત કીમની રેલવે 158 B રેલવે ફાટકને રેલવે દ્વારા એકલ દોકલ ટ્રેનના આવાગમન માટે કલાકો સુધી બંધ રાખવામાં આવતી હોય છે જેના પગલે વહેલી સવારે શાળાના વિદ્યાર્થીઓ,જીઆઇડીસીના રોજિંદા નોકરિયાતો સહિતના લોકો પોતાની બાઈક પર ફાટક ખુલવા માટે કલાકોની રાહ જોયા બાદ પણ ફાટક નહિ ખોલવામાં આવતાં રોંજીદી ઉપરોક્ત સમસ્યાના પગલે લોકોમાં આજે રોષ ચરમસીમાએ પહોંચ્યો હતો અને આજે સવારે એક કલાકથી વધુ સમય માટે ફાટક બંધ રહેતા અકળાયેલા બાઈક ચાલકોએ રેલ્વે સ્ટેશન ઉપર ઘસી જઈ ફાટક બંધ મામલે રેલવેના અધિકારીઓને ઉગ્ર રજૂઆત કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ટ્રાફિકની સમસ્યાના નિરાકરણ માટે તંત્ર દ્વારા રેલવે બ્રિજના કામને મંજૂરી આપવામાં આવી હતી. છેલ્લા પાંચ વર્ષથી વધુ સમયગાળાથી રેલવે બ્રિજનું કામ ચાલી રહ્યું છે જો કે કામગીરી મંથરગતિએ ચાલતી હોવાના આક્ષેપ પણ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યા છે