સુરત : લિંબાયતથી ડિંડોલીને જોડતા રેલવે અંડરપાસ બ્રિજનું કરાયું લોકાર્પણ, લોકોને મળશે ટ્રાફિક માંથી રાહત

સુરતના લિંબાયતથી ડિંડોલીને જોડતા રેલવે અંડરપાસ બ્રિજનું લોકાર્પણ કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર.પાટીલના હસ્તે કરવામાં આવ્યું હતું.અંડરપાસ બ્રિજની સુવિધા મળતા લોકોને હવે ટ્રાફિકની સમસ્યા માંથી રાહત મળશે.

New Update
  • લિંબાયતના લોકોને ટ્રાફિકથી મળશે રાહત

  • રેલવે અંડરપાસ બ્રિજનું કરાયું લોકાર્પણ

  • કેન્દ્રીય જળશક્તિ મંત્રીના હસ્તે કરાયું લોકાર્પણ

  • 53 કરોડોના ખર્ચે તૈયાર કરાયો આધુનિક રેલવે અંડરપાસ બ્રિજ

  • લિંબાયતના રહીશોમાં ઉત્સાહનો માહોલ

Advertisment

સુરતના લિંબાયતથી ડિંડોલીને જોડતા રેલવે અંડરપાસ બ્રિજનું લોકાર્પણ કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર.પાટીલના હસ્તે કરવામાં આવ્યું હતું.અંડરપાસ બ્રિજની સુવિધા મળતા લોકોને હવે ટ્રાફિકની સમસ્યા માંથી રાહત મળશે.

સુરત શહેરમાં વધી રહેલા વાહનોના ભારણ સાથે ટ્રાફિકની સમસ્યા પણ દિનપ્રતિદિન વિકટ બની રહી છે,લિંબાયતથી નવાગામ,ડિંડોલી,ભેસ્તાન,પાંડેસરા જવા માટે વાહન ચાલકો ટ્રાફિકની સમસ્યાથી ખુબ જ તકલીફ અનુભવી રહ્યા હતા,જોકે લિંબાયતથી ડિંડોલીને જોડતો રેલવે અંડરપાસ બ્રિજનું રૂપિયા અંદાજિત 53 કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યું છે.જેનું લોકાર્પણ કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલના હસ્તે કરવામાં આવ્યું હતું.અંડરપાસ બ્રિજ હવે લિંબાયતથી નવાગામ,ડિંડોલી,ભેસ્તાન,પાંડેસરા તરફ જતા લોકો માટે રાહતરૂપ બની રહેશે,અને ટ્રાફિક માંથી પણ રાહત મળશે.

Advertisment
Latest Stories