બસ સંચાલક અને રાજસ્થાન આરટીઓ આમને-સામને
રાજસ્થાનમાં લકઝરી બસમાં આગ લાગી હતી
મોટી દુર્ઘટના થાય ત્યારે તંત્ર ઘોર નિંદ્રામાંથી જાગે છે
આરટીઓએ બસ સંચાલકોને દંડ આપવાનું ચાલુ કર્યું
આરટીઓના વલણ સામે બસ સંચાલકોની હડતાળ
સુરતથી રાજસ્થાન તરફ બસનું સંચાલન કરતા ટુર ટ્રાવેલ્સના સંચાલકોએ આરટીઓના વલણ સામે નારાજગી વ્યક્ત કરી છે.અને હડતાળ પર ઉતરી જતા લક્ઝરી બસના પૈડા થંભી ગયા છે.
રાજસ્થનમાં થોડા દિવસો પહેલા એક લક્ઝરી બસમાં આગ લાગી હતી,અને આ દુર્ઘટના બાદ રાજસ્થાન આરટીઓ દ્વારા લક્ઝરી બસના સંચાલકો સામે કડક વલણ અપનાવીને દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી,જોકે રાજસ્થાન ટુર ટ્રાવેલ્સ સંચાલકોએ આરટીઓ દ્વારા ખોટી રીતે હેરાનગતિ કરીને ટ્રાવેલ્સ સંચાલકોને હેરાન કરવામાં આવી રહ્યા હોવાના આક્ષેપ કર્યા હતા,અને રાજસ્થાનમાં અંદાજીત 8000 જેટલી લક્ઝરી બસો થંભાવી દઈને ટુર સંચાલકો હડતાળ પર ઉતરી ગયા હતા.
જેની સીધી અસર સુરતથી રાજસ્થાન લક્ઝરી બસનું સંચાલન કરતા ટ્રાવેલ્સ સંચાલકો પર જોવા મળી હતી.અને તેઓએ પણ સુરતથી રાજસ્થાન તરફ દોડતી લક્ઝરી બસોને થંભાવી દેતા રાજસ્થાનના યાત્રીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા.ટુર સંચાલકોનું કહેવું છે કે બસના પાર્સીંગ સમયે આરટીઓની ફી ભરવામાં જ આવે છે,જો બસમાં ખામી હોય તો પાર્સીંગ શા માટે કરવામાં આવે છે.અને હવે રાજસ્થાન આરટીઓ દ્વારા ખોટી રીતે બસ સંચાલકોને હેરાન કરવામાં આવી રહ્યા હોવાના આક્ષેપ સાથે હડતાળ પર ઉતર્યા હોવાનું તેઓએ જણાવ્યું હતું.