સુરત : રંગતાળી નવરાત્રિનો ડોમ ઉતારવાની કામગીરી વેળા તૂટી પડ્યો, એક કામદારને ઈજા, કાર-ટ્રકને નુકસાન...

સુરત શહેરના મોટા વરાછા વિસ્તારમાં કેપિટલ લોન્ઝ ખાતે વિશાળ ડોમ તૂટી પડતાં એક કામદારને શરીરે ગંભીર ઈજા પહોંચી હતી, જ્યારે ડોમ નીચે દબાય જતાં 3 વાહનોને મોટું નુકશાન પહોચ્યું હતું.

New Update
  • વરાછા વિસ્તારના કેપિટલ લોન્ઝ ખાતેની ઘટના

  • ડોમ ઉતારવાની કામગીરી વેળા સર્જાય દુર્ઘટના

  • રંગતાળી નવરાત્રિનો ડોમ તૂટી પડતા એકને ઈજા

  • કામદારો જમવા માટે ગયા હોવાથી જાનહાનિ ટળી

  • કાર-ટ્રકને નુકસાનઘટનાને આયોજકોએ દબાવી

સુરત શહેરના મોટા વરાછા વિસ્તારમાં કેપિટલ લોન્ઝ ખાતે વિશાળ ડોમ તૂટી પડતાં એક કામદારને શરીરે ગંભીર ઈજા પહોંચી હતીજ્યારે ડોમ નીચે દબાય જતાં 3 વાહનોને મોટું નુકશાન પહોચ્યું હતું.

મળતી માહિતી અનુસારસુરત શહેરના મોટા વરાછા વિસ્તારમાં આવેલ કેપિટલ લોન્ઝ ખાતે નવરાત્રિમાં 10 હજારથી વધુ ખેલૈયાની કેપેસિટી સાથે બનાવવામાં આવેલો વિશાળ ડોમ ઉતારવાની કામગીરી દરમિયાન અચાનક તૂટી પડ્યો હોવાની ગંભીર ઘટના સામે આવી છેજ્યારે દુર્ઘટના બનીત્યારે ડોમ ઉતારવાની કામગીરીમાં જોડાયેલા કામદારોમાંથી અન્ય કામદારો જમવા ગયા હતા. માત્ર એક જ કામદાર ત્યાં હાજર હતો. જે ડોમ તૂટી પડતા તેની નીચે દબાયો હતોઅને તેને પગ સહિતના શરીરના ભાગોમાં ઈજા પહોંચી છે.

આ ડોમજે નવરાત્રિના આયોજન માટે બનાવવામાં આવ્યો હતોતે તૂટી પડતા નીચે પાર્ક કરેલી 2 ટ્રક અને એક કાર પર પડ્યો હતો. પરિણામે આ ત્રણેય વાહનોને ભારે નુકસાન પહોચ્યું છે. અત્રે ચોંકાવનારી વાત તો એ છે કે, 'રંગતાળી નવરાત્રિ'ના આયોજકોએ આ સમગ્ર ઘટનાને દબાવી રાખવાનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. એટલું જ નહીંઆયોજકોએ ફાયર વિભાગ કેપોલીસને પણ સમગ્ર ઘટના અંગે જાણ કરી નહોતી. પરંતુ આ દુર્ઘટનામાં મોટી જાનહાનિ ટળી જતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

Latest Stories