સુરત:સ્માર્ટ સિટીમાં સોસાયટીમાં કાદવની નદી જોવા મળી, જુઓ શું છે મામલો

હીરાબાગ સર્કલ પાસેની વિઠ્ઠલનગર સોસાયટીમાં આશ્ચર્યજનક દૃશ્યો સામે આવ્યાં છે.વિઠ્ઠલનગર સોસાયટીમાં કાદવ બહાર નિકળતા રહીશો ચિંતામાં મુકાયા છે.

New Update
સુરત:સ્માર્ટ સિટીમાં સોસાયટીમાં કાદવની નદી જોવા મળી, જુઓ શું છે મામલો

સુરતના હીરાબાગ સર્કલ પાસેની વિઠ્ઠલનગર સોસાયટીમાં આશ્ચર્યજનક દૃશ્યો સામે આવ્યાં છે.વિઠ્ઠલનગર સોસાયટીમાં કાદવ બહાર નિકળતા રહીશો ચિંતામાં મુકાયા છે.

Advertisment W3.CSS

સામાન્ય રીતે વરસાદના સમય દરમિયાન આપણને સોસાયટીઓમાં પાણી ભરાવાને કારણે કાદવનાં દૃશ્યો જોવા મળતાં હોય છે, પરંતુ સુરતની હીરાબાગ સર્કલ પાસે આવેલી વિઠ્ઠલનગર સોસાયટીમાં જે દૃશ્યો જોવા મળ્યાં છે એનાથી સૌકોઈ અચંબિત થઈ ગયા છે. સોસાયટીનાં ઘરોમાં જ્યાં જ્યાં પાણીની પાઇપો હતી એમાં પાણી આવવાને બદલે કાદવ બહાર આવવાનો શરૂ થઈ ગયો હતો. ખૂબ મોટા પ્રમાણમાં કાદવ એકાએક જ જમીન સ્તરથી ઉપર આવવાનો શરૂ થતાં લોકો ગભરાઈ પણ ગયા હતા. આનાં દૃશ્યોને જોઈને સૌકોઈ આશ્ચર્યમાં મુકાયા છે. વિઠ્ઠલનગર સોસાયટીના લોકોની હાલત કફોડી બની છે. મેટ્રોની કામગીરી સમયે સોસાયટીમાં કાદવના થર થઈ ગયા છે. સોસાયટીમાં કાદવનું વહેણ ફરી વળ્યું છે. લોકોએ ઘરમાં કાદવ ઘૂસતો અટકાવવા ઈંટોની આડશ મૂકી છે.

Latest Stories