Connect Gujarat
સુરત 

સુરત: ચૂંટણીના સમયે કારમાંથી મળી આવ્યા રૂપિયા 75 લાખ રોકડા,પોલીસે 2 લોકોની કરી અટકાયત

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા સુરત શહેરના મહિધરપુરા વિસ્તારમાંથી ઈનોવા કારમાંથી 75 લાખ રૂપિયા મળી આવતા ખળભળાટ મચી ગયો છે. પોલીસે રોકડ સાથે બે શખ્સોની અટકાયત કરી હતી

X

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા સુરત શહેરના મહિધરપુરા વિસ્તારમાંથી ઈનોવા કારમાંથી 75 લાખ રૂપિયા મળી આવતા ખળભળાટ મચી ગયો છે. પોલીસે રોકડ સાથે બે શખ્સોની અટકાયત કરી હતી.

સુરત શહેરના મહિધપુરા વિસ્તારમાં સ્ટેટેસ્ટિક ટીમ દ્વારા ગાડીઓનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન એક ઈનોવા કારમાંથી 75 લાખ રૂપિયાની રોકડ મળી આવી હતી. આ ઉપરાંત કારમાંથી કોંગ્રેસના ચિહ્ન સાથેના VVIP પાર્કિંગ પાસ પણ મળી આવ્યા હતા. ઝડપાયેલી કારમાંથી કોંગ્રેસની પત્રિકા મળી આવતા મામલો ગરમાયો છે.આ કારમાં કુલ ત્રણ ઈસમો સવાર હતા. જેમાંથી એક ઈસમ ભાગવામાં સફળ થયો હતો. અન્ય બે લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે. અધિકારીઓની પૂછપરછ કરવામાં આવતા ઝડપાયેલા બંને શખ્સોમાંથી એક ઉદય ગુર્જર દિલ્હીનો અને મહંમદ ફેજ સુરતનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. જ્યારે સંદીપ નામનો ફરાર શખ્સ કર્ણાટકનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત ત્રણેય ઈસમો RR આંગડિયા પેઢીમાંથી રૂપિયા લેવા આવ્યા હોવાનું અધિકારી સમક્ષ કબૂલ્યું છે.

વિધાનસભાની ચૂંટણી અગાઉ આટલી મોટી રોકડ રકમ મળી આવતા આવકવેરા વિભાગે પણ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ ઉપરાંત આ મામલે ઈડીને તપાસ સોંપવામાં આવી છે. હાલ ઝડપાયેલા ઈસમો કોના કહેવા પર આ રકમ લેવા ગયા હતા અને કોને પહોંચાડવાની હતી તે દિશામાં પૂછપરછ કરવામાં આવી રહી છે.

Next Story