Connect Gujarat
સુરત 

સુરત : ફાયર NOC રિન્યુ કરાવવા માટે રૂ. 30 હજારની લાંચ લેતો અધિકારી-વચેટીયો ACBના છટકામાં આવ્યા

સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગના કર્મચારીનો વચેટીયો રૂપિયા 30 હજારની લાંચ લેતા ACBના છટકામાં રંગે હાથ ઝડપાયો હતો

X

સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગના કર્મચારીનો વચેટીયો રૂપિયા 30 હજારની લાંચ લેતા ACBના છટકામાં રંગે હાથ ઝડપાયો હતો, ત્યારે હાલ તો ACB દ્વારા બન્ને લાંચિયાઓ વિરુદ્ધ ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, સુરત પાલિકાના ફાયર વિભાગમાં ફરજ બજાવતા કર્મચારી બેચર સોલંકીએ દુકાનદાર પાસે NOC રિન્યુ કરાવવા વચેટીયા મારફતે રૂપિયા 30 હજારની લાંચ માંગી હતી. ગત ગુરુવારે બપોરે મોટા વરાછામાં તુલસી આર્કેડ પાસે વચેટીયો આ લાંચની રકમ લેવા જતાં ACBના છટકામાં ઝડપાયો હતો.

વચેટીયાના હાથમાં રૂપિયા આવ્યા પછી તેણે બેચર સોલંકીને રૂપિયા મળી ગયા છે તેવું કહેતા જ ACBની ટીમે ફાયર ઓફિસર બેચર સોલંકીને મોટા વરાછા ફાયર સ્ટેશન પર ચાલુ નોકરીએથી અટકાયત કરી હતી. ACBની રેડને પગલે બેચર સોલંકીને પરસેવો છુટી ગયો હતો. વચેટીયો સચીન ગોહિલ પણ પોતે ફાયર સેફ્ટીના સાધનો વેચાણના કોન્ટ્રાક્ટમાં નોકરી કરે છે, ત્યારે હાલ તો ACB દ્વારા બન્ને લાંચિયાઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Next Story