સુરત : આપઘાતના બન્યા બે બનાવ,સચિન અને ડિંડોલીમાં કુમળીવયના યુવક યુવતીએ જીવનલીલા સંકેલી નાખતા ચકચાર

સુરત શહેરના સચિન અને ડિંડોલી વિસ્તારમાં કુમળીવયના યુવક યુવતીએ ગળે ફાંસો ખાઈને જીવનલીલા સંકેલી લીધી હતી,જેના કારણે પરિવારજનોમાં શોકનો માહોલ છવાય ગયો

New Update
  • આપઘાતની ઘટનામાં ચિંતાજનક વધારો

  • સચિન જીઆઇડીસીમાં યુવતીએ કર્યો આપઘાત

  • પ્રેમ સંબંધ અંગે ભાઈએ આપ્યો હતો ઠપકો

  • ડિંડોલીમાં માતાના ઠપકાથી યુવકે જીવનલીલા સંકેલી

  • 13 વર્ષના કિશોરે ભર્યું અંતિમ પગલુ 

સુરતમાં આપઘાતની ઘટનાઓમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે.સચિન અને ડિંડોલી વિસ્તારમાં કુમળીવયના યુવક યુવતીએ ગળે ફાંસો ખાઈને જીવનલીલા સંકેલી લીધી હતી,જેના કારણે પરિવારજનોમાં શોકનો માહોલ છવાય ગયો હતો.

સુરતના સચિન જીઆઇડીસીમાં રહેતા પરિવારની 15 વર્ષની કિશોરી કોઈ યુવકના પ્રેમમાં હતી,જોકે આ યુવતીને તેનો મોટો ભાઈ પ્રેમી સાથે જોઈ જતા ભાઈએ પોતાની નાની બહેનને ઠપકો આપ્યો હતો,પરંતુ આ વાત યુવતીને આઘાત જનક લાગી હતી,અને યુવતીએ અંતિમ પગલું ભર્યું હોવાનું કહેવામાં આવી રહ્યું છે,ઘટના અંગે સચિન જીઆઇડીસી પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

જયારે અન્ય એક આપઘાતનો બનાવ સુરતના ડિંડોલી વિસ્તારમાં નવાગામ સ્થિત કેશવ નગરથી પ્રકાશમાં આવ્યો હતો,જેમાં ધોરણ 7માં અભ્યાસ કરતા યુવકને માતાએ ભણવા માટે ઠપકો આપ્યો હતો,તેમજ માતાની આ વાત દીકરાને કડવી લાગી હતી,જેના કારણે યુવકે ઘરમાં લોખંડની એંગલ સાથે  દુપટ્ટો બાંધીને ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો,ઘટનાને પગલે પરિવારજનોમાં શોકનો માહોલ છવાય ગયો હતો.ઘટના સંદર્ભે ડિંડોલી પોલીસ દ્વારા ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

Latest Stories