-
સુરતમાં ટ્રેન અડફેટે ત્રણ યુવા મિત્રોના મોત
-
ત્રણ દિવસ અગાઉ જ વતનથી રોજગારી માટે આવ્યા હતા
-
યુપીથી રોજગારી અર્થે આવેલા યુવાનોને કાળ ભરખી ગયો
-
રેલવે ટ્રેક પરથી પસાર થતી વખતે સર્જાઈ દુર્ઘટના
-
રેલવે પોલીસે અકસ્માત મોતનો ગુન્હો નોંધી શરૂ કરી તપાસ
સુરતમાં રોજગારી અર્થે ઉત્તર પ્રદેશથી આવેલા ત્રણ મિત્રો રેલવે ટ્રેક ઓળંગતી વખતે ટ્રેનની અડફેટમાં આવી જતા કરુણ મોતને ભેટ્યા હતા.સર્જાયેલી ઘટનાને પગલે પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.
ઉત્તર પ્રદેશના કાનપુરના વતની અને સચિન વિસ્તારમાં રહેતા આકાશ ઉર્ફે બળકુ શ્રીપાલ નિશાદ,દિનુ વિશ્રામ નિશાદ અને પ્રમોદ નિશાદ બે-ત્રણ દિવસ પહેલા જ વતનથી સુરતમાં સચિન ખાતે રોજગારી અર્થે આવ્યા હતા. હજી તો ત્રણેય મિત્રો જરીના કારખાનામાં નોકરી નક્કી કરવા માટે જવાના હતા.જોકે મંગળવારે રાત્રે તેઓ સચિન નજીક રેલવે ટ્રેક પર પસાર થતા હતા. ત્યારે મોડી રાત્રે વડનગર વલસાડ એક્સપ્રેસ ટ્રેનની અડફેટમાં આવી જતા ત્રણેયના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા.બનાવની જાણ થતા રેલવે પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી.યુવકોની ઓળખ થયા બાદ પરિવારને જાણ કરવામાં આવી હતી.બનાવ અંગે રેલવે પોલીસે અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.