Connect Gujarat
સુરત 

સુરત : RTO કચેરીમાંથી બારોબાર લાયસન્સ કાઢી આપવાનું કૌભાંડ ઝડપાયું, 4 લોકોની ધરપકડ...

સુરત RTO કચેરીમાંથી બારોબાર લાયસન્સ કાઢી આપવાનું કૌભાંડ બહાર આવ્યું છે

X

સુરત RTO કચેરીમાંથી બારોબાર લાયસન્સ કાઢી આપવાનું કૌભાંડ બહાર આવ્યું છે, ત્યારે આ મામલે સાઇબર ક્રાઇમ પોલીસે 3 એજન્ટ સહીત 4 લોકોની ધરપકડ કરી છે.

સુરત RTO કચેરીની જરૂરી એવી રજીસ્ટ્રેશનની પ્રક્રિયા કર્યા વિના, ટેસ્ટ આપવા માટેના વાહનની વિગત, 4 તબક્કાના વિડીયો, ઓટોમેટેડ ડ્રાઇવીંગ ટેસ્ટ, ટ્રેકના સર્વર ઉપર ટેસ્ટ આપ્યા વગર, કોમ્પ્યુટર સીસ્ટમમાં પરવાનગી વગર ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી પુરાવાનો દુરુપયોગ કરી RTO કચેરીના એજન્ટ દ્વારા લાયસન્સ કાઢી આપવામાં આવતું હતું, ત્યારે આ મામલે પોલીસે RTO કચેરીમાંથી અરજદારોના બારોબાર પાકા લાયસન્સ કાઢી આપવાના કૌભાંડમાં સાહિલ વઢવાણીયા, ઇન્દ્રસિંહ ડોડીયા અને જશ પંચાલ નામના 3 એજન્ટ સહિત અન્ય એક વ્યક્તિ નીલેશ મેવાડાની ધરપકડ કરી છે. જોકે, જે પ્રકારે સુરત RTO કચેરીમાંથી નિયમ ભંગ કરીને ગેરકાયદે લાયસન્સ ઈશ્યુ કરવાની ફરિયાદ મળી હતી. જે મામલે સાઇબર ક્રાઇમ પોલીસ દ્વારા ગુનો નોંધી તપાસ કરવામાં આવી હતી. ઉપરાંત જે 10 લોકોને લાયસન્સ ઈશ્યુ કરવામાં આવ્યા છે, તો તે લોકોની કોઈ ગુનાહિત પ્રવુતિ છે કે, કેમ તે દિશામાં પણ તપાસ કરવામાં આવશે. જે લોકો લાયસન્સ કઢાવવા ઈચ્છે છે, તેઓએ નિયમ મુજબ જ લાયસન્સ કઢાવવું જોઈએ. વધુમાં આ ઘટના બાદ કોઈપણ એજન્ટ આવી ગેરપ્રવુતિ કરતા અટકશે તેવું સુરત પોલીસ કમિશ્નરે જણાવ્યુ હતું.

Next Story