સુરત: ઉધના વિસ્તારમાં બાઈક મુકવા જેવી સામાન્ય બાબતમાં યુવકની હત્યાથી ચકચાર

સુરત શહેરમાં ક્રાઇમની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે વધુ એક હત્યાની ઘટના ઉધના વિસ્તારમાં સામે આવી છે. બાઈક મુકવા બાબતે થયેલી બોલાચાલીમાં એક ઈસમ દ્વારા યુવકની હત્યા કરી દેવામાં આવી છે.

New Update
  • ડાયમંડ સીટીમાં ક્રાઇમની ઘટનામાં વધારો

  • ઉધના વિસ્તારમાં હત્યાનો બનાવ

  • સામાન્ય બાબતમાં યુવકની હત્યા

  • બાઈક મુકવા બાબતે યુવકની ચપ્પુ મારી હત્યા

  • આરોપીની કરાઈ ધરપકડ

સુરત શહેરમાં ક્રાઇમની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે વધુ એક હત્યાની ઘટના ઉધના વિસ્તારમાં સામે આવી છે. બાઈક મુકવા બાબતે થયેલી બોલાચાલીમાં એક ઈસમ દ્વારા યુવકની હત્યા કરી દેવામાં આવી છે.તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી યુવકને ગંભીર રીતે ઇજાગ્રસ્ત કરવામાં આવ્યો હતો અને ગંભીર ઈજાના કારણે યુવકનું સારવાર દરમિયાન મોત થયું હતું.હુમલાખોરને સ્થાનિક લોકો દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો અને પોલીસના હવાલે કરવામાં આવ્યો હતો.

સુરતના ઉધના પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં મહાવીર કોમ્પ્લેક્સમાં દુકાન ધરાવતા સુભાષ નામના વ્યક્તિ સાંજના પાંચ વાગ્યા દરમિયાન આવ્યા હતા. તે સમયે નીરજ નામના ઈસમ સાથે તેમને બાઈક મુકવા બાબતે બોલાચાલી થઈ હતી. નીરજ અને સુભાષ વચ્ચે બોલાચાલી થયા બાદ ઝઘડો ઉગ્ર બની ગયો હતો.આ સમગ્ર ઘટનાના લાઈવCCTV પણ સામે આવ્યા હતા.

જેમાં ઝઘડો ઉગ્ર બનતાની સાથે જ નીરજ અને સુભાષ ઝપાઝપી પર ઉતરી આવ્યા હતા અને આ ઝપાઝપી દરમિયાન નીરજ દ્વારા પોતાની પાસે રહેલા ચપ્પુ વડે સુભાષ પર હુમલો કરી દેવામાં આવ્યો હતો. સુભાષને નીરજે ચપ્પુના ઘા મારી દેતા સુભાષ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો અને ઘટના સ્થળ પર જ ઘણું લોહી પણ વહી ગયું હતું. તો બીજી તરફ આસપાસના દુકાનદારો તાત્કાલિક ઘટના સ્થળ પર એકઠા થઈ ગયા હતા અને સુભાષ પર હુમલો કરનારા નીરજને ઝડપી પાડ્યો હતો અને તાત્કાલિક અસરથી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા સુભાષને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

ખાનગી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર દરમિયાન જ સુભાષે અંતિમ શ્વાસ લીધા હતા. તો બીજી તરફ ઘટનાની જાણ થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ  સહિતના પોલીસ અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને પોલીસ દ્વારા સમગ્ર મામલે નીરજ નામના ઈસમ સામે હત્યાનો ગુનો દાખલ કરીને નીરજની ધરપકડ કરવામાં આવી છે. તો બીજી તરફ ઘટના સ્થળની આસપાસ લાગેલાCCTV ફૂટેજના આધારે પણ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Read the Next Article

સુરત : અડાજણ વિસ્તાર સ્થિત જૈન દેરાસરમાં તસ્કરોનો હાથફેરો, તસ્કરોની કરતૂત CCTVમાં કેદ

સુરત શહેરના અડાજણ વિસ્તાર સ્થિત જૈન દેરાસરમાં તસ્કરોએ ત્રાટકી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. તો બીજી તરફ, CCTV ફૂટેજના આધારે પોલીસે તસ્કરોનું પગેરું મેળવવા કવાયત હાથ ધરી છે.

New Update
  • અડાજણ વિસ્તાર સ્થિત જૈન દેરાસરમાં 2 તસ્કરો ત્રાટક્યા

  • જૈન દેરાસરમાં 2 તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો

  • 2 દાનપેટીપ્રતિમાની ચાંદીની આંખ અને ભ્રમણની ચોરી

  • તસ્કરોની તમામ કરતૂત દેરાસરનાCCTV કેમેરામાં કેદ થઈ

  • તસ્કરોનું પગેરું મેળવવા પોલીસ દ્વારા કવાયત હાથ ધરાય

સુરત શહેરના અડાજણ વિસ્તાર સ્થિત જૈન દેરાસરમાં તસ્કરોએ ત્રાટકી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. તો બીજી તરફ, CCTV ફૂટેજના આધારે પોલીસે તસ્કરોનું પગેરું મેળવવા કવાયત હાથ ધરી છે.

સુરત શહેરના અડાજણ વિસ્તારમાં જૈન ધર્મનું પૌરાણિક ગુરૂરામ પવનભૂમિ દેરાસર આવેલું છે. જેમાં ગત મોડી રાત્રે 2 તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. દેરાસરના નકશી કોતરણી કરી બનાવેલ માર્બલની ઝાળી તોડી તસ્કરો પરિસરમાં ઘૂસ્યા હતા.

ત્યારબાદ દેસરસરની 2 દાનપેટીભગવાનની પ્રતિમાની ચાંદીની આંખ અને ભ્રમણની ચોરી કરી ફરાર ફરાર થઈ ગયા હતા. જોકેપૌરાણિક જૈન દેરાસરમાં ચોરીની ઘટના ત્યાં રહેલાCCTV કેમેરામાં કેદ થઈ હતી. જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કેકેવી રીતે તસ્કરો હાથફેરો કરી રહ્યા છે.

તો બીજી તરફબનાવની જાણ થતાં જDCP કક્ષાના અધિકારીઓ સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતોજ્યાં પોલીસેCCTV ફૂટેજના આધારે તસ્કરોનું પગેરું મેળવવા કવાયત હાથ ધરી છે.