Connect Gujarat
સુરત 

સુરત: મુંબઈથી થેલામાં 79 લાખના ડ્રગ્સ સાથે પગપાળા નીકળેલો ધારાવી ઝૂપડપટ્ટીનો યુવાન ઝડપાયો

મુંબઈથી સુરત લાવવમાં આવતું ડ્રગ્સ ઝડપાયું, એક યુવાનની કરવામાં આવી ધરપકડ

X

સુરત પોલીસે વધુ એક વખત મુંબઈથી સુરત લવાતું એમ.ડી.ડ્રગ્સ ઝડપી પાડયું છે.સારોલી પોલીસે નિયોલ ચેક પોસ્ટ પાસેથી મુંબઈ ધારાવી ઝુંપડપટ્ટીના ટેલર યુવાનને રૂ.79.20 લાખની મત્તાના 792 ગ્રામ એમ.ડી.ડ્રગ્સ સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુરતના સારોલી પોલીસ મથકના કોન્સ્ટેબલ વિલેશ ગામીતને મળેલી બાતમીના આધારે પીઆઈ એસ.એ.દેસાઈ અને ટીમે ગત મોડી સાંજે સુરત કડોદરા રોડ નિયોલ ચેક પોસ્ટ પાસે ત્રણ રસ્તા પાસેથી મોહંમદ એહમદ ઉર્ફે મોનુ રમજાનઅલી સરીફઉલ્લા ઈદ્રીશને અટકાવી તેની પાસેની કાળા રંગની ટ્રાવેલીંગ બેગની ચકાસણી કરતા તેમાંથી રૂ.79.20 લાખની મત્તાનું 792 ગ્રામ એમ.ડી.ડ્રગ્સ મળી આવ્યું હતું.પોલીસે મોહંમદ એહમદ ઉર્ફે મોનુ પાસેથી ડ્રગ્સ ઉપરાંત રોકડા રૂ.1100, બે મોબાઈલ ફોન મળી કુલ રૂ.79,28,800 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.પોલીસે દરજીકામ કરતા મોહંમદ એહમદ ઉર્ફે મોનુની પુછપરછ કરતા તેને એમ.ડી.ડ્રગ્સ મુંબઈ નલબજારના સેહબાઝે સાયન રેલવે સ્ટેશન પાસે આપ્યું હતું.

સેહબાઝે તેને ડ્રગ્સ પહોંચાડવા માટે રૂ.2000 આપ્યા હતા અને ખર્ચ થતા તેની પાસે રૂ.1100 બચ્યા હતા.સુરતમાં ડ્રગ્સ તેણે રાંદેરના આસીફ પટેલને આપવાનું હતું.આથી પોલીસે આસીફ પટેલને પણ બાદમાં ઝડપી પાડી તેની પણ પુછપરછ શરૂ કરી હતી.પોલીસે આ અંગે સારોલી પોલીસ મથકમાં ગુનો નોંધી મુંબઈથી ડ્રગ્સ મોકલનાર સેહબાઝને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

Next Story