સુરત : સોશિયલ મીડિયાની મિત્રતા યુવકને આપઘાત સુધી લઈ ગઈ, બીભત્સ વિડિયો બનાવી યુવતીએ કર્યો હતો બ્લેકમેલ

સુરત શહેરના રાંદેર વિસ્તારના ઉગત-ભેંસાણ રોડ પર રહેતા કમ્પ્યુટર ઓપરેટર સાથે અજાણી યુવતીએ સોશિયલ મીડિયા પર મિત્રતા કરી હતી.

New Update
સુરત : સોશિયલ મીડિયાની મિત્રતા યુવકને આપઘાત સુધી લઈ ગઈ, બીભત્સ વિડિયો બનાવી યુવતીએ કર્યો હતો બ્લેકમેલ

સુરત શહેરના રાંદેર વિસ્તારના ઉગત-ભેંસાણ રોડ પર રહેતા કમ્પ્યુટર ઓપરેટર સાથે અજાણી યુવતીએ સોશિયલ મીડિયા પર મિત્રતા કરી હતી. જોકે, બન્ને વચ્ચે ગાઢ મિત્રતા થયા બાદ યુવતીએ યુવકનો બીભત્સ વીડિયો બનાવી રૂપિયાની માંગણી સાથે તેને બ્લેકમેલ કર્યો હતો, ત્યારે યુવકે ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતા પોલીસે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુન્હો દાખલ કરી યુવતી સહિત 2 ઇસમોને ઝડપી પાડ્યા છે.

ઓલપાડનો અને ઉગત-ભેંસાણ રોડ પર રહેતા તેમજ ઓનલાઇન શોપિંગની ઓફિસમાં કમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવતો 26 વર્ષીય યુવકે ગત તા. 31મી ઓક્ટોબરે મોડી રાતે ઘરમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો, જ્યારે પરિવારના સભ્યોએ મૃતકનો મોબાઇલ ચેક કરતા તેમાંથી ચોંકાવનારી હકીકતો જાણવા મળી હતી. જેમાં યુવક સાથે યુવતીએ સોશિયલ મીડિયા પર બીભત્સ વાતચીત કરી તેને ફસાવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. ઉપરાંત યુવતીએ યુવકનો બીભત્સ વીડિયો બનાવી તેને સોશિયલ મીડિયા પર તેના સંબંધી-મિત્રોને મોકલવાની ધમકી અને બ્લેકમેલ કરી રૂપિયા પડાવ્યા હતા. સાથે જ વધુ રૂપિયા માટે પણ સતત બ્લેકમેલ કરતા યુવકે ત્રાસી જઇ આપઘાત કરી લીધો હતો. જોકે, વીડિયો ડિલીટ કરવા માટે યુવકે વીડિયો કોલ કરી પોતે યુવતીને આપઘાત કરવાની પણ ચીમકી આપી હતી. તેમ છતાં યુવતીએ વધુ રૂપિયાની માંગણી કરી હતી. હાલ તો સમગ્ર મામલે પોલીસે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુન્હો દાખલ કરી યુવતી સહિત 2 ઇસમોને ઝડપી પાડ્યા છે.