New Update
સુરતમાંથી ઇન્ટરનેશનલ સાયબર ફ્રોડના કૌભાંડનો પર્દાફાશ
SOGએ USDT એક્સચેન્જના રેકેટનો કર્યો પર્દાફાશ
ત્રણ આરોપી ઝડપાયા ત્રણ વોન્ટેડ
દુબઈના એક શખ્સની પણ સંડોવણી
પોલીસે રૂ.19.92 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત
ચાઇના,પાકિસ્તાન,અફઘાનિસ્તાન તેમજ બાંગ્લાદેશ જેવા દેશો સાથે જોડાયેલા ઇન્ટરનેશનલ સાયબર ફ્રોડના કૌભાંડીઓને સુરત શહેર SOG દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે. ત્રણ આરોપીઓની ધરપકડ સાથે પોલીસે રૂપિયા 19.92 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
આર્થિક રીતે ભારતીય અર્થતંત્રને ખોખલુ કરતા અને ભારત દેશના લોકો સાથે સાયબર ફ્રોડ કરતી એક ગેંગનો પર્દાફાશ સુરત શહેર પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે. સુરત શહેર SOG દ્વારા ચાઇના, પાકિસ્તાન,અફઘાનિસ્તાન તેમજ બાંગ્લાદેશમાં સુરતથી ચાલતા USDT એક્સચેન્જના રેકેટનો પર્દાફાશ કર્યો છે. SOG દ્વારા આ કેસમાં 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જેમાં મકબુલ ડોક્ટર, કાશીફ ડોકટર અને માઝ નાડાની ધરપકડ કરવામાં આવી છે. મકબુલ અને કાશીફ બંને પિતા-પુત્ર છે. આરોપી પિતા પુત્ર અઠવાલાઇન્સ સાફિયા મંજિલ સોનીફળીયાના પોતાના મકાનમાં બેસીને આ રેકેટ ચલાવતા હતા.
પોલીસે 3 આરોપીની ધરપકડ કરી છે તો હજી 3 આરોપીને વોન્ટેડ જાહેર કર્યા છે.મકબુલ મુખ્ય આરોપી છે. તેના ચાઇના તેમજ અન્ય દેશોમાં પણ બેંક એકાઉન્ટ છે. તેના એકાઉન્ટ માંથી 100 કરોડથી વધુના વ્યવહાર કરવામાં આવ્યા છે. આ બાબતે મકબુલ નામના ઇસમની અને તેની પાસેથી મળેલા બેંક એકાઉન્ટની તપાસ કરવામાં આવી રહી છે. આરોપી પાસેથી જે સિમકાર્ડ મળ્યા છે,તે દુબઇમાં 5 થી 8 લાખ રૂપિયામાં વેચતા હતા. આ આરોપીઓ અલગ અલગ લોકોના ખોટા નામ પર બેંક એકાઉન્ટ ખોલાવતા હતા અને આ 28 એકાઉન્ટની ફરિયાદ સાયબર પોર્ટલ પર દેશના અલગ અલગ વિસ્તારોમાંથી કરવામાં આવી હતી. આરોપીઓ દુબઇમાં 88 લાખમાં સીમકાર્ડનું વેચાણ કરતા હોવાના પણ આરોપીના મોબાઇલની તપાસ કરતા પુરાવા મળ્યા છે. આરોપીઓએ દેશ વિદેશમાં કરોડોની મિલકતો પણ વસાવી છે. આરોપીઓ પૈસાની જે પ્રકારે મુવમેન્ટ કરતા હતા તેને કોઈ ટેરર ફન્ડિંગ કરવામાં આવે છે કે નહીં તે બાબતે કેન્દ્રીય એજન્સીઓની મદદ લેવામાં આવી છે. મહેશ દેસાઈ નામના વ્યક્તિ તરફથી પ્રતિદિન આરોપી સાથે માતબર રકમના ટ્રાન્જેક્શન કરવામાં આવી રહ્યા હોવાનું સામે આવ્યું છે.અને મહેશ દેસાઈને પકડવા માટે પણ પોલીસ દ્વારા કેન્દ્રીય એજન્સીઓની મદદ લેવામાં આવશે તેમ જાણવા મળ્યું હતું.હાલ પોલીસે રૂપિયા 19.92 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો હતો.

Latest Stories