શહેરના ચોક બજારમાં SOGના દરોડા
હુક્કાનું વેચાણ કરતા વેપારીઓ પર તવાઈ
SOG દ્વારા હુક્કાના વેપાઈઓ પર કાર્યવાહી
પોલીસ કાર્યવાહીથી વેપારીઓમાં ફફડાટ
ફ્લેવર નશાકારક છે કે કેમ તે અંગે તપાસ
સુરત શહેરમાં સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની ટીમ દ્વારા ગેરકાયદેસર હુક્કાનું વેચાણ કરતા વેપારીઓ પર તવાઈ બોલાવવામાં આવી હતી.અને શંકાસ્પદ ફ્લેવર સહિતનો મુદ્દામાલ કબ્જે કરીને વધુ તપાસ શરૂ કરી હતી.
સુરત શહેરમાં નશાકારક પદાર્થની બદીને ડામવા માટે પોલીસ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે,પોલીસે ગો ગો પેપરની ઘટના બાદ હુક્કાબાર અને તેનું વેચાણ કરતા વેપારીઓ પર તવાઈ બોલાવી છે.જેમાં શહેરના ચોક બજારના સૈયદપુરા વિસ્તારમાં હુક્કાનું વેચાણ કરતી દુકાનો પર SOGની ટીમે તપાસ શરૂ કરી હતી.જેના કારણે વેપારી આલમમાં ફફડાટ વ્યાપી ગયો હતો.અને પોલીસે ગેરકાયદેસર હુક્કાનું વેચાણ કરતા વેપારીઓને સાણસામાં લીધા હતા.અને હુક્કા તેમજ તેમાં વપરાતા ફ્લેવર કબ્જે કર્યા હતા.પોલીસ દ્વારા આ પદાર્થ નશાકારક છે કે કેમ તે અંગેના પૃથક્કરણ માટેના પ્રયાસો શરૂ કર્યા છે.