Connect Gujarat
સુરત 

સુરત : દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજ દ્વારા વિશ્વાસઘાત દિવસ મનાવી અનોખી રીતે વિરોધ દર્શાવાયો

દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજ દ્વારા વિશ્વાસઘાત દિવસ મનાવી અનોખી રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

X

સુરત ખાતે દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજ દ્વારા વિશ્વાસઘાત દિવસ મનાવી અનોખી રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિને સંબોધીને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવી પોતાની માંગ પૂરી કરવા રજૂઆત કરાય હતી.

દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજ દ્વારા આજના દિવસને વિશ્વાસઘાત દિવસ તરીકે મનાવી પોતાનો વિરોધ દર્શાવાયો હતો. દેશમાં ખેડૂત આંદોલન બાદ સરકારે પ્રશ્નોના નિરાકરણ લાવવા ખેડૂતોને બાંહેધરી આપી હતી. પરંતુ આજદિન સુધી ખેડૂતોની માંગ પૂર્ણ ન થતા તેઓને પોતાના સાથે વિશ્વાસઘાત થયો હોવાથી આજરોજ દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજ દ્વારા વિશ્વાસઘાત દિવસ મનાવવામાં આવ્યો હતો, ત્યારે ખેડૂતોની માંગણી સંતોષવામાં આવે તે માટે રાષ્ટ્રપતિને સંબોધીને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.

Next Story
Share it