Connect Gujarat
સુરત 

સુરત : છેલ્લા 3 વર્ષથી વિદ્યાર્થીઓને નથી મળ્યા "નમો ટેબલેટ", છાત્ર સંઘ યુવા સંઘર્ષ સમિતિ કરશે શિક્ષણ મંત્રીને રજૂઆત.!

છેલ્લા 3 વર્ષ વીતી ગયા હોવા છતાં સુરતના વિદ્યાર્થીઓને નમો ટેબલેટ નહીં આપવામાં આવતા વિદ્યાર્થીઓ રોષે ભરાયા છે.

X

આવતીકાલે રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી સુરતના મહેમાન બનવાના છે, ત્યારે 3 વર્ષ વીતી ગયા છતાં વિદ્યાર્થીઓને નમો ટેબલેટ નહીં અપાતા છાત્ર સંઘ યુવા સંઘર્ષ સમિતિ દ્વારા જીતુ વાઘાણી સાથે મુલાકાત કરવા જિલ્લા કલેકટરને રજૂઆત કરવામાં આવી હતી.

રાજ્યભરની કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સરકાર દ્વારા નમો ટેબલેટ આપવામાં આવતા હોય છે. પરંતુ છેલ્લા 3 વર્ષ વીતી ગયા હોવા છતાં સુરતના વિદ્યાર્થીઓને નમો ટેબલેટ નહીં આપવામાં આવતા વિદ્યાર્થીઓ રોષે ભરાયા છે. છાત્ર સંઘ યુવા સંઘર્ષ સમિતિના પ્રદેશ ઉપપ્રમુખ દર્શીત કોરાઠે જણાવ્યું હતું કે, સરકાર દ્વારા પૈસા પણ લઈ લેવામાં આવ્યા છે. પરંતુ આજદિન સુધી વિદ્યાર્થીઓને નમો ટેબલેટ આપવામાં આવ્યા નથી.

જે માટે અનેકો વખત રજૂઆતો પણ કરાય છે. આવતીકાલે રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી સુરતના મહેમાન બનવાના હોય, ત્યારે છાત્ર સંઘ યુવા સંઘર્ષ સમિતિ દ્વારા જિલ્લા કલેકટરને રજૂઆત કરી વિદ્યાર્થીઓ શિક્ષણ મંત્રી સાથે આ મામલે મુલાકાત કરી શકે તે માટે અપીલ કરી છે. જો આ મુલાકાત નહીં યોજાય તો આવનારા દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની છાત્ર સંઘ યુવા સંઘર્ષ સમિતિએ ચીમકી ઉચ્ચારી હતી.

Next Story
Share it