Connect Gujarat
સુરત 

સુરત : VNSGUમાં સર્ટિફિકેટના ચાર્જમાં વધારો કરતાં વિધાર્થીઓ વિરોધના મૂડમાં, જવાબદારો સામે પગલાં ભરવાની માંગ

VNSGU ડિગ્રી સર્ટિફિકેટના ચાર્જમાં કરાયેલા ભાવ વધારાને લઈને વિદ્યાર્થીઓ દ્વારા કરાયેલા ભારે વિરોધ બાદ આખરે વધારો સ્થગિત રાખવામાં આવ્યો છે

X

દક્ષિણ ગુજરાત વીર નર્મદ યુનિવર્સિટી ડિગ્રી સર્ટિફિકેટના ચાર્જમાં કરાયેલા ભાવ વધારાને લઈને વિદ્યાર્થીઓ દ્વારા કરાયેલા ભારે વિરોધ બાદ આખરે વધારો સ્થગિત રાખવામાં આવ્યો છે યુનિવર્સિટી દ્વારા ૨૫૦ રૂપિયા ના 750 કરી દેવાતા વિદ્યાર્થીઓ દ્વારા ભારે વિરોધ નોંધાવ્યો હતો

વીર નર્મદ દક્ષિણ યુનિવર્સિટી દ્વારા આગામી ઓગસ્ટ મહિનાના યોજનારા પદવીદાન સમારોહમાં વિદ્યાર્થીઓને આપનારી ડિગ્રી સર્ટિફિકેટ ના ભાવમાં એકાએક વધારો કરવામાં આવ્યો છે. સર્ટિફિકેટના ભાવ રૂપિયા ૨૫૦ સામે રૂપિયા 750 સુધી કરી દેવાતા વિદ્યાર્થીઓએ ભારે વિરોધ નોંધાવ્યો હતો. સેનેટ સભ્ય ભાવેશ રબારીએ આ વધારાને લઇને વિરોધ નોંધાવ્યો હતો. યુનિવર્સિટીમાં મોટાભાગના વિદ્યાર્થીઓ આદિવાસી વિસ્તારમાંથી આવે છે અને આવા ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ સાથે આ ભાવ વધારા કરીને લૂંટ ચલાવવામાં આવી રહી છે. ડિગ્રી બનાવા વધુમાં વધુ 250 રૂપિયા સુધી જ ખર્ચ થઈ શકે છે તો પછી આટલો ભાવ વધારો કોના માટે કરાયો છે આ અંગે તપાસ કરી જવાબદારો સામે પગલાં ભરવાની માંગ કરાઈ હતી. સાથે જ છાત્ર યુવા સંઘર્ષ સમિતિ દ્વારા પણ આવેદનપત્ર આપીને ભાવ વધારો પાછો ખેંચી લેવા માટે સાત દિવસનું અલ્ટીમેટમ આપ્યું હતું.

Next Story