New Update
સુરતમાં પતિ પત્ની ઓર વો નો કિસ્સો
પતિના હતા અન્ય મહિલા સાથે અનૈતિક સંબંધ
પત્નીને સંબંધની જાણ થતા ક્રોધે ભરાય
પ્રેમિકાના ઘરે જઈને કર્યો હતો ઝગડો
પ્રેમિકાને ધક્કો મારતા શેટ્ટીમાં ભટકાયું માથું
ગંભીર ઇજાના પગલે પ્રેમિકા મોતને ભેટી
પોલીસે કરી મહિલા આરોપીની ધરપકડ
સુરતમાં પતિનું અન્ય યુવતી સાથે અફેર હોવાની જાણ પત્નીને થઇ જતા પત્ની રણચંડી બની હતી.અને પતિની પ્રેમિકાના ઘરે જઈ ઝઘડો કરી ઝપાઝપી કરી હતી. આ દરમિયાન પ્રેમિકા યુવતીને ધક્કો મારતા તેને શેટ્ટીનો ખૂણો માથામાં વાગી જતા મોત નીપજ્યું હતું. પોલીસે આરોપી પત્નીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરતમાં પતિ પત્ની અને વો નાં કિસ્સામાં જાણવા મળતી વિગતો અનુસાર મૂળ જૂનાગઢના અને પાસોદરા ઓમ ટાઉનશીપ વિભાગ -માં રહેતા ચંદુ જીવા કાછા રત્નકલાકાર છે. પરિવારમાં પત્ની હર્ષા અને બે બાળકો સાથે રહે છે.તેની પત્ની હર્ષા સિલાઈ કામ કરીને પરિવારને સહાયરૂપ થાય છે.ચંદુ કાછા અગાઉ સુરત કતારગામમાં રહેતો હતો.ત્યારે વેડરોડ હરિઓમ સોસાયટીમાં રહેતી કૈલાસ સાથે પ્રેમ થયો હતો.જોકે બાદમાં ચંદુના લગ્ન હર્ષા સાથે થયા હતા.જ્યારે કૈલાસના લગ્ન સાવરકુંડલામાં રહેતા રાજેશ કલસરીયા સાથે થયા હતા. જોકે, તેમની વચ્ચે મનમેળ ન થતા કૈલાસ છુટાછેડા લઇને સુરત પિતાનાં ઘરે આવી ગઈ હતી. બે વર્ષ સુધી ભાઈના ઘરે રહ્યા બાદ અલગ રહેતી હતી.બીજી તરફ ચંદુ અને કૈલાસનો પ્રેમ ચાલુ રહ્યો હતો અને એકબીજાને મળતા રહેતા હતા. આ બાબતની જાણ ચંદુની પત્ની હર્ષાને થતા તેમની વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. બે દિવસ પહેલા પણ આ બાબતે ઝઘડો થતા હર્ષા ગુસ્સે ભરાઈ હતી અને 27મી ના રોજ સાંજે ચારેક વાગ્યાના અરસામાં હર્ષા પ્રેમિકા કૈલાસના ઘરે પહોંચી ગઇ હતી. જ્યાં બંને વચ્ચે ઝઘડો થતા તેમની વચ્ચે ઝપાઝપી થઇ હતી.અને આ દરમિયાન કૈલાશને ધક્કો વાગતા તેનું માથું લાકડાની શેટ્ટી સાથે ભટકાયું હતું,જે ઘટનાથી ગભરાઈ જઈને હર્ષાએ દરવાજાને લોક મારીને ભાગી ગઈ હતી.ઘટના અંગે પાડોશીને શંકા જતા તેઓએ મૃતકના ભાઈ ભરત જીકાદરાને જાણ કરી હતી,અને તેઓએ દરવાજો તોડીને ઘટના અંગે પોલીસને જાણ કરી હતી,પોલીસે આરોપી વર્ષા કાછાની ધરપકડ કરી હતી,અને વધુ તપાસ શરૂ કરી હતી.