સુરત : જીવના જોખમે નિર્મલનગર આવાસમાં વસવાટ કરવા મજબૂર બન્યા સફાઇ કર્મચારીઓ..

નિર્મલનગર આવાસ થયું 12 વર્ષમાં જ જર્જરિત વસવાટ કરતાં સફાઈકર્મીઓને હાલકીનો સામનો વારંવારની રજૂઆતો છતાં યોગ્ય નિરાકરણ નહીં

New Update
સુરત : જીવના જોખમે નિર્મલનગર આવાસમાં વસવાટ કરવા મજબૂર બન્યા સફાઇ કર્મચારીઓ..

સુરત મહાનગરપાલિકામાં સફાઈ કર્મચારી તરીકે કામ કરતા કર્મચારીઓ માટે સુરત શહેરના વેસુ ખાતે નિર્મલનગરમાં સુરત મહાનગરપાલિકા દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સફાઇ કર્મચારી આવાસ યોજના અંતર્ગત આવાસ તૈયાર કરવામાં આવ્યા હતા. પરંતુ આવાસો માત્ર 12 વર્ષમાં જ જર્જરિત થઇ જતા, ત્યાં વસવાટ કરતાં સફાઈ કર્મચારીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

જોકે, આવાસના સેલ્બ તૂટવાની ઘટના અવારનવાર સામે આવતી હોય છે. તેમજ વરસાદી સમય દરમિયાન પાણીના ભેજના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડતો હોય છે. આ સમસ્યાને લઇને સ્થાનિક નગરસેવક, ધારાસભ્ય અને સાંસદ સહિત મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓને અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતાં આજદિન સુધી યોગ્ય નિરાકરણ નહીં આવતા સફાઈ કર્મચારીઓમાં ભય તો ફેલાયો છે. સાથે જ તેઓ જીવના જોખમે આવાસમાં વસાવટ કરવા મજબૂર બન્યા છે.

Latest Stories