સુરત : બેલગામ વાહનોનો આતંક,માઈક્રોબાયોલોજી વિદ્યાર્થીનીનું કરુણ મોત,જ્યારે થારની અડફેટે ત્રણ લોકો ઈજાગ્રસ્ત

સુરતમાં અનિયંત્રિત વાહનોની રફતારે આતંક મચાવ્યો છે,મહાનગરપાલિકાના કચરાનું વહન કરતા ડમ્પરે માઇક્રોબાયોલોજીમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને કચડી મારી હતી,

New Update
  • અનિયંત્રિત વાહનોની રફ્તારનો કહેર

  • મનપાના ડમ્પર ચાલકે યુવતીને કચડી મારી

  • માઇક્રોબાયોલોજીમાં અભ્યાસ કરતી હતી યુવતી

  • જ્યારે થાર ચાલકની બેલગામ રફ્તારનો કહેર 

  • અબ્રામા ચાર રસ્તા પાસે સર્જાય હિટ એન્ડ રનની ઘટના 

  • હિટ એન્ડ રનની ઘટનામાં ત્રણ લોકો થયા ઇજાગ્રસ્ત

Advertisment

સુરતમાં અનિયંત્રિત વાહનોની રફતારે આતંક મચાવ્યો છે,મહાનગરપાલિકાના કચરાનું વહન કરતા ડમ્પરે માઇક્રોબાયોલોજીમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને કચડી મારી હતી,જયારે અન્ય  એક બનાવમાં બેલગામ થાર ચાલકે મોપેડ પર સવાર એક મહિલા અને બાળકીને અડફેટમાં લઈને અકસ્માત સર્જ્યો હતો.જેમાં ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

સુરતના અડાજણમાં આવેલા સ્ટાર બજાર ખાતે અકસ્માત સર્જાયો હતો.જેમાં મહાનગરપાલિકાના કચરાનું વહન કરતા ડમ્પરે માઈક્રોબાયોલોજીની વિદ્યાર્થીનીને કચડી મારતા અરેરાટી વ્યાપી ગઈ હતી.મોપેડ પર કોલેજથી ઘરે જતી વખતે વિદ્યાર્થીનીને રસ્તામાં કાળ ભેટી ગયો હતો.પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કેએક કલાક સુધી વિદ્યાર્થીનીનો મૃતદેહ રસ્તા ઉપર રઝળતો રહ્યો હતો. અડાજણ પોલીસ એક કલાક સુધી સ્થળ પર ન આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

જહાંગીરપુરા વિસ્તારમાં આવેલ ડાયમંડ નગરમાં 20 વર્ષીય શ્રેયા જિતેન્દ્ર સારંગ પરિવારમાં એક ભાઈ અને માતા સાથે રહેતી હતી.શ્રેયા અઠવાલાઇન્સ ખાતે સ્કેટ કોલેજની પાછળ શ્રી રામકૃષ્ણ મેડિકલ કોલેજમાં માઈક્રોબાયોલોજીના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી.શ્રેયાના નિધનથી પરિવાર શોકમગ્ન થઈ ગયો છે.

સુરતમાં વધુ એક વખત રફતારના આતંકની ઘટના સામે આવી છે. મોટા વરાછા વિસ્તારમાં આવેલા અબ્રામા ચાર રસ્તા ખાતે હિટ એન્ડ રનની ઘટના સર્જાય છે. વધુ એક નબીરા દ્વારા થાર કારને પૂરપાટ ઝડપે ચલાવી અકસ્માત સર્જ્યો હતો.કારમાં લાઉડ મ્યુઝિક અને ડાન્સ કરવામાં આવી રહ્યો હતોતે દરમિયાન ત્રણ જેટલા વાહનોને ટક્કર મારી અકસ્માત સર્જાયો હતો અને ફરાર થઈ ગયા હતા.અકસ્માતમાં એક બાળકી સહિત ત્રણને  ઇજા પહોંચી છે.

મોટા વરાછા વિસ્તારમાં આવેલા અબ્રામા ચાર રસ્તા ખાતે એક નબીરો થાર કાર લઈને પૂરપાટ ઝડપે નીકળ્યો હતો. અમરેલી પાર્સિંગની આ થાર કારમાં ત્રણ જેટલા ઈસમો સવાર હતા.કારમાં લાઉડ મ્યુઝિક ચાલી રહ્યું હતું અને પાછળ બેસેલો ઈસમ કારમાં જ ડાન્સ કરી રહ્યો હતો. દરમિયાન કારની અડફેટે એક મોપેડ આવ્યું હતું. જેના પર સવાર એક મહિલા અને તેની સાથે રહેલી બાળકી નીચે પડી ગયા હતા.અને ઈજાગ્રસ્ત થયા હતા.જયારે અન્ય એક બાઈક ચાલક કૌશલ ભુવા પણ ઈજાગ્રસ્ત થયો હતો.ઘટના અંગે પોલીસ દ્વારા જરૂરી તપાસ શરૂ કરવામાં આવી છે.

 

Advertisment
Latest Stories