સુરત : યુવતી સાથેની અંગત પળોના બિભત્સ ફોટો-વિડીયો વાઇરલ કરવાની ધમકી આપનાર યુવકની ધરપકડ...

સુરત શહેર તથા જીલ્લામાં દિવસેને દિવસે ગુનાખોરીનો ગ્રાફ સતત વધી રહ્યો છે,

New Update
સુરત : યુવતી સાથેની અંગત પળોના બિભત્સ ફોટો-વિડીયો વાઇરલ કરવાની ધમકી આપનાર યુવકની ધરપકડ...

સુરત શહેર તથા જીલ્લામાં દિવસેને દિવસે ગુનાખોરીનો ગ્રાફ સતત વધી રહ્યો છે, ત્યારે એક યુવતીના બિભત્સ ફોટો અને વિડીયો બનાવી વાઇરલ કરવાની ધમકી આપનાર યુવક વિષ્ણુ પંચાલની સુરત સાઇબર ક્રાઇમ પોલીસે ધરપકડ કરી છે. આરોપીએ યુવતી સાથે મિત્રતા કરી તેમની અંગત પળોના ફોટો અને વિડિયો વાઇરલ કરવાની ધમકી આપી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. એટલું જ નહીં, આરોપીએ ફરિયાદીને ધમકી આપવા સાથે બળજબરીથી રૂપિયા 80 હજાર તથા 7 તોલા સોનાના દાગીના પણ પડાવી લીધા હતા, ત્યારે હાલ તો સાયબર ક્રાઇમ પોલીસે આરોપીની ધરપકડ કરી તેની વધુ પૂછપરછ હાથ ધરી છે.

Advertisment