Connect Gujarat
સુરત 

સુરત : ઝાંખરડાની શાળામાં વહે છે ભગવત ગીતા અને કુરાનની સરવાણી

રાજય સરકારે શાળાઓમાં ભગવત ગીતાનો અભ્યાસક્રમમાં સમાવેશ કરવાના લીધેલા નિર્ણયના મિશ્ર પ્રત્યાઘાતો પડી રહયાં છે. ત્યારે અમે બતાવવા જઇ રહયાં છે

X

રાજય સરકારે શાળાઓમાં ભગવત ગીતાનો અભ્યાસક્રમમાં સમાવેશ કરવાના લીધેલા નિર્ણયના મિશ્ર પ્રત્યાઘાતો પડી રહયાં છે. ત્યારે અમે બતાવવા જઇ રહયાં છે એક એવી શાળા કે જયાં ભગવત ગીતાની સાથે કુરાનની સરવાણી વહે છે.

બાળકોમાં સંસ્કારનું સિંચન ઘર અને શાળામાંથી થાય છે. બાળકને સંસ્કારી બનાવવામાં માતા-પિતાની સાથે શિક્ષકોની મહત્વની ભુમિકા રહેલી હોય છે. રાજય સરકારે તાજેતરમાં એક નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં શાળાઓમાં હવે ભગવત ગીતાનું પણ શિક્ષણ આપવામાં આવશે. સરકારના આ નિર્ણયના ભલે મિશ્ર પ્રત્યાઘાતો આવી રહયાં છે પણ સુરત જિલ્લાના ઝાંખરડા ગામની શાળામાં એકતાની મિશાલ જોવા મળી રહી છે. શાળામાં હીંદુ બાળકોને ભગવત ગીતાનું જ્ઞાન પીરસવામાં આવે તો મુસ્લિમ બાળકોને સમક્ષ કુરાનનું પઠન કરી તેમનામાં ધાર્મિક સંસ્કારો સિંચવામાં આવી રહયાં છે.

કહેવાય છે શિક્ષકને કોઈ ધર્મ હોતો નથી તેના માટે બધા જ ધર્મ સરખા હોય છે આ વાતને સાર્થક કરી છે. માંગરોળ તાલુકાના ઝાંખરડા ગામની શાળાના શિક્ષક શાહમહંમદ સઇદે આ ઉક્તિને સાર્થક કરી છે. તેઓ 12 વર્ષથી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. આ શાળામાં હીંદુ અને મુસ્લિમ એમ બંને કોમના 71 જેટલાં બાળકો અભ્યાસ માટે આવે છે. શાહ મહંમદ સઇદ ભગવત ગીતાની સાથે કુરાનનું પણ શિક્ષણ આપી કોમી એકતાની મિશાલ પુરી પાડી રહયાં છે. શાળાના બાળકોમાં સિંચાયેલા સંસ્કારો તેમને મંદિર અને મસ્જિદ જવાની પ્રેરણા આપી રહયાં છે તો બીજી તરફ બાળકો રોજ એક રૂપિયાની બચત કરી તેમાંથી દર્દીઓને બિસ્કીટનું વિતરણ કરે છે.

Next Story