Connect Gujarat
સુરત 

સુરત : પત્નીને કોઈની ન થવા દેવા પૂર્વ પતિએ જ આપ્યું તેણીને ચેપી રોગનું ઇન્જેક્શન..!

રાંદેરમાં પૂર્વ પતિએ પત્નીને આપ્યું ચેપી રોગનું ઇન્જેક્શન, મહિલાએ ફરિયાદ નોંધાવતા રાંદેર પોલીસ પણ ચોંકી ઊઠી

X

સુરત શહેરની એક મહિલાને પૂર્વ પતિએ બ્લડનું ઈન્જેક્શન મારીને કહ્યું હતું કે... આ HIV પેશન્ટનું લોહી હતું. બસ આ જાણતાં જ મહિલા બેભાન થઈ ગઈ. ત્યારબાદ આ મહિલા જેમ તેમ કરીને પોલીસ મથકે પહોંચી ફરિયાદ નોંધાવી, તો પોલીસ પણ ચોંકી ઊઠી હતી.

મળતી માહિતી અનુસાર, સુરતમાં પૂર્વ પતિએ તેની પત્નીને ઇન્જેક્શન મારી HIV સંક્રમિત કરવાનો પ્રયાસ કર્યો હતો. બન્નેના 15 વર્ષ પહેલાં પ્રેમ લગ્ન થયા હતા. 15 વર્ષ પહેલાં તેમના આ પ્રેમથી બન્નેના પરિવારો તેમનાથી નારાજ હતા, કારણ કે, બન્ને અલગ ધર્મમાંથી આવતા હતા. બન્ને પરિવારો તેમના આ લગ્નથી સંતુષ્ટ ન હતા. તેમ છતાં બન્ને પરિવાર સાથે ઝઘડો કરીને લગ્ન બાદ જીવન જીવી રહ્યા હતા. હવે પરિવાર સાથે ઝઘડીને પ્રેમલગ્ન કર્યાના 15 વર્ષ બાદ, આજે એ જ પત્નીને તેના પતિએ HIV પોઝિટિવ કરવા માટેનું ઇન્જેક્શન આપવાનો પ્રયાસ કર્યો હતો. મહિલાને તેના પૂર્વ પતિએ HIV પોઝિટિવ વ્યક્તિનું ઇન્જેક્શન આપી દીધું છે, તેવું જણાવી દીધા બાદ મહિલાના પગતળેથી જમીન સરકી ગઈ હતી.

સમગ્ર મામલે પોલીસે જણાવ્યુ હતું કે, સુરતમાં ગત તા. 25 ડિસેમ્બરે રાંદેર વિસ્તારમાં અજીબ ઘટના સામે આવી હતી. પ્રેમલગ્ન કરી 15 વર્ષથી સાથે રહેતાં પતિ-પત્ની વચ્ચે અણબનાવ થઈ જતાં બે મહિના પહેલાં જ છૂટાછેડા થઈ ગયા હતા. ત્યાર બાદ ગત રવિવારના રોજ મોરાભાગળ વિસ્તારમાં રહેતા શંકર કામલેએ તેની પૂર્વ પત્નીને ફરી મળવાનું કહી દિવસ દરમિયાન સાથે ફર્યા હતા અને મોડી સાંજે રાંદેરમાં અવાવારૂ જગ્યાએ તેના પતિ શંકર કામલેએ તેની પત્નીને કોઈ પ્રકારના ચેપી રોગનું ઇન્જેક્શન આપ્યું હતું. જોકે, આ મહિલા જેમ તેમ કરીને પોલીસ મથકે પહોંચી ફરિયાદ નોંધાવી, તો પોલીસ પણ ચોંકી ઊઠી હતી. તેના પૂર્વ પતિ પાસેથી પોલીસને મળી આવેલા બ્લડનો રિપોર્ટ 3 દિવસ બાદ નેગેટિવ આવતાં પોલીસ અને મહિલાએ રાહત અનુભવી હતી, ત્યારે હાલ તો પોલીસે હેવાન પૂર્વ પતિની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

Next Story