સુરત: સફરજન કાપી નહીં આપતા પતિએ કાતરના 25 ઘા મારી પત્નીને મોતને ઘાટ ઉતારી

શહેરનાના પુણા વિસ્તારમાં થયેલ મહિલાની હત્યાનો ભેદ ઉકેલાયો છે. પત્નીએ પતિને સફરજન કાપી નહીં આપતા પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો હતો.

New Update
સુરત: સફરજન કાપી નહીં આપતા પતિએ કાતરના 25 ઘા મારી પત્નીને મોતને ઘાટ ઉતારી

સુરત શહેરનાના પુણા વિસ્તારમાં થયેલ મહિલાની હત્યાનો ભેદ ઉકેલાયો છે. પત્નીએ પતિને સફરજન કાપી નહીં આપતા પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. આ બાદ ઉશ્કેરાયેલા પતિએ પત્નીની કાતરના ઘા મારી હત્યા કરી દેતા ચકચાર મચી જવા પામી છે

સુરત શહેરના પુણા ગામ સીતાનગર સોસાયટી ખાતે રહેતો આરોપી ચંદ્રશેખર સદાનંદ શર્મા પોતાના ઘરમાં સૂતો હતો દરમિયાન તેમની પત્ની સંગીતા શર્મા એક રૂમમાં કોઈની જોડે ફોન પર વાત કરતી હતી તે અંગે પતિએ પત્નીને ઠપકો આપ્યો હતો ત્યારબાદ સાંજના સમયે આરોપીની તબિયત ખરાબ થતા દવા દવાખાનેથી દવા લઈ પરત ઘરે આવી પત્નીને જણાવ્યુ હતું આ કે મારી તબિયત ખરાબ છે સફરજન કાપીને આપો આ દરમ્યાન પત્નીએ ચપ્પુ અને સફરજન પતિ ઉપર ફેંકી જણાવ્યુ હતું કે જાતે કાપીને ખાઈ લો. આ શબ્દો સાંભળી પતિ આક્રોશમાં આવી ગયો હતો અને કાતર વડે એકા એક પત્નીના ગળા,ખભા, છાતી શરીરના ભાગે ઘા મારી મોતને મોતને ઘાટ ઉતારી દીધી હતી. હાલ સમગ્ર મામલે પુણાગામ પોલીસે આરોપી પતિ ચંદ્રશેખર સદાનંદ શર્મા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તેનાઈ ધરપકડ કરી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Latest Stories