/connect-gujarat/media/post_banners/bc8f693de4ac031240db5f0af939b92cfde0fc276ab2dd54cec20d01de3ec30b.jpg)
સુરતના યુવકને ટેલિગ્રામ ઉપર લીંક મોકલી પાર્ટ ટાઇમ જોબ આપવાના નામે રૂપિયા 7.64 લાખની છેતરપિંડી આચરવાના કેસમાં ગારમેન્ટના હોલસેલ વેપારી સહિત 2 આરોપીઓની સુરત સાયબર ક્રાઇમ દ્વારા દિલ્હી ખાતેથી ધરપકડ કરવામાં આવી છે.
સુરત શહેરમાં ઓનલાઈન છેતરપિંડીનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. થોડાં દિવસ અગાઉ સુરતના એક યુવકને ટેલિગ્રામ પર મેસેજ આવ્યો હતો. જેમાં સામેવાળી વ્યક્તિએ પાર્ટ ટાઈમ જોબ આપવાના નામે વિશ્વાસમાં લઈ વધુ ટાસ્ક કરવાથી સારા વળતરની લાલચ આપી હતી. ટેલિગ્રામ ઉપર મોકલવામાં આવેલી લીંક ખોલતા યુવકે અવારનવાર આરોપીઓના કહેવા મુજબ ટાસ્ક પૂરો કર્યો હતો. જેના અવેજમાં સારું વળતર પણ ચુકવવામાં આવ્યું હતું. જે બાદ એકસાથે અલગ અલગ બેંક એકાઉન્ટમાં રૂપિયા 7.64 લાખની રકમ જમા કરાવી યુવક સાથે છેતરપિંડી આચરવામાં આવી હતી. જે કેસમાં અગાઉ સાયબર ક્રાઇમ દ્વારા દિલ્હીની ઠગ ટોળકીના 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. જે આરોપીઓની પુછપરછમાં વધુ 2 આરોપીઓના નામ બહાર આવતા દિલ્હી ખાતે ગારમેન્ટ્સનો હોલસેલનો વેપાર કરતા વેપારી સહિત 2 ઠગબાજોની ધરકપડ કરવામાં આવી હતી. જે આરોપીઓ દ્વારા અગાઉ ઝડપાયેલા આરોપીઓને બેંક એકાઉન્ટ પ્રોવાઇડ કરવામાં આવ્યા હતા, ત્યારે હાલ તો આ મામલે સુરત સાયબર ક્રાઇમ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.