Connect Gujarat
સુરત 

સુરત : પોન્ઝી સ્કીમ હેઠળ લોકો સાથે લાખો રૂપિયાની છેતરપીંડી કરનાર મુખ્ય આરોપી બિહારથી ઝડપાયો...

સુરત શહેરમાં પોન્ઝી સ્કીમ હેઠળ લોકો સાથે લાખો રૂપિયાની છેતરપીંડી કરનાર મુખ્ય આરોપીને પોલીસે બિહારથી ઝડપી પાડ્યો હતો.

X

સુરત શહેરમાં પોન્ઝી સ્કીમ હેઠળ લોકો સાથે લાખો રૂપિયાની છેતરપીંડી કરનાર મુખ્ય આરોપીને પોલીસે બિહારથી ઝડપી પાડ્યો હતો. જોકે, હાલ 22થી 23 લાખ રૂપિયાની લોકો સાથે ઠગાઈ થઈ હોવાની પોલીસને માહિતી મળી છે.

આજકાલ લોકોને રાતોરાત ધનિક બનવું છે. પછી તે યુવાનો હોય કે, રિટાયર થઇ રહેલા લોકો. આ વિચાર તમારા મગજના મોટા ભાગનો વિસ્તારમાં ઘર કરી જાય છે. આ જ સ્થિતિમાં મુશ્કેલીઓ પણ શરૂ થાય છે, ત્યારે છેતરાય જવાની સ્કીમો જેને પોન્ઝી સ્કીમ તરીકે ઓળખવામાં આવે છે. જોકે, તેમાં ફસાવવાની શક્યતાઓ પણ વધી જાય છે. અનેક લોકોની જીવનની કમાણી પાણીમાં જતી રહે તેવા કિસ્સાઓ પણ ઘણા બન્યા છે, ત્યારે આવો જ વધુ એક કિસ્સો સુરતમાંથી પ્રકાશમાં આવ્યો છે. જેમાં 34 હજાર રૂપિયા ભરી માત્ર એક મહિનામાં જ 1 લાખ રૂપિયા મેળવવાની લોકોને લાલચ અપાય હતી.

જોકે, પોતાની સાથે છેતરપિંડી થવાની ગંધ આવી જતાં લોકોએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, ત્યારે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરતા મુખ્ય આરોપી ઘનશ્યામ ઠાકુરને બિહારથી ઝડપી પાડ્યો હતો. જેની વધું પૂછપરછમાં પોલીસે અનુયા એક આરોપી બચ્ચેલાલ યાદવને પણ સુરતથી ઝડપી પાડ્યો હતો. પોન્ઝી સ્કીમ હેઠળ હાલ 22થી 23 લાખ રૂપિયાની ઠગાઈ થઈ હોવાની માહિતી મળી છે. જોકે, રોકાણકારો સામે આવે તો આ આંકડો કદાચ વધારે પણ જઈ શકે તેવું પોલીસે અનુમાન લગાવ્યું છે.

Next Story