સુરત : તમામ નાગરિકોને રસી મળે તે પ્રકારની વ્યવસ્થા સાથે મનપાએ નિયમો વધુ કડક કર્યા.

મનપાના કર્મચારી સહિત મોલના સંચાલકો દ્વારા લોકોના વેક્સિન સર્ટીફિકેટ તપાસ્યા બાદ જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે

New Update
સુરત : તમામ નાગરિકોને રસી મળે તે પ્રકારની વ્યવસ્થા સાથે મનપાએ નિયમો વધુ કડક કર્યા.

સુરતમાં મનપા કચેરી સહિત જાહેર સ્થળો બાદ હવે વેક્સિનના બન્ને ડોઝ લીધા હોય તો જ મોલ, મલ્ટીપ્લેક્સ, હોટલ-રેસ્ટોરન્ટ, ગેમ ઝોન સહિત જીમમાં વેક્સિન સર્ટીફિકેટ તપાસી લોકોને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. આ સાથે જ વેક્સિન નહીં લેનાર લોકોને પણ પ્રવેશ ન આપી વેક્સિનેશન કરવા અપીલ કરાઈ રહી છે.

સુરત શહેર તથા જીલ્લામાં દિવાળી બાદ કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો નોંધાયો છે, ત્યારે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ચિંતામાં પણ વધારો થયો છે, જ્યારે વધુમાં વધુ લોકો વેક્સિનેશન કરાવે તે માટે મનપાની કચેરીઓ સહિત જાહેર સ્થળે વેક્સિનના બન્ને ડોઝ લીધા હોય તેને જ પ્રવેશ આપવામાં આવતો હતો. જોકે, ત્યારબાદ શહેરના મોલ, મલ્ટીપ્લેકસ, હોટલ-રેસ્ટોરન્ટ, ગેમ ઝોન સહિત જીમમાં આવતા લોકો ઉપર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. મનપાના કર્મચારી સહિત મોલના સંચાલકો દ્વારા લોકોના વેક્સિન સર્ટીફિકેટ તપાસ્યા બાદ જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત વેક્સિન નહીં લેનાર તમામ લોકોને પ્રવેશ નહીં આપી વેક્સિનેશન કરવા અપીલ પણ કરવામાં આવી રહી છે.

Latest Stories