Connect Gujarat
સુરત 

સુરત : બેવડું વાતાવરણ રહેતા લોકોમાં બીમારીઓનું પ્રમાણ વધ્યું, દર ત્રીજી વ્યક્તિ શરદી-ખાંસીથી પીડિત

સુરત શહેર તથા જીલ્લામાં બદલાતા વાતાવરણના કારણે વાયરલ, ફીવર અને ડેન્ગ્યુ સહિત મલેરિયાના કેસોમાં બમણો વધારો થયો છે.

X

સુરત શહેર તથા જીલ્લામાં બદલાતા વાતાવરણના કારણે વાયરલ, ફીવર અને ડેન્ગ્યુ સહિત મલેરિયાના કેસોમાં બમણો વધારો થયો છે. ગત વર્ષ સિવિલ હોસ્પિટલમાં 54 જેટલા દર્દીઓ નોંધાતા હતા, જ્યારે આ વર્ષે 100થી વધુ કેસ નોંધાઈ ચૂક્યા છે.

સમગ્ર રાજ્યના આ વર્ષે ભર ઉનાળે માર્ચ મહિનામાં જ વાતાવરણમાં સતત પરિવર્તન જોવા મળ્યું છે. જેના કારણે ક્યારે ઠંડી તોm ક્યારેય વરસાદ કે, ગરમી જેવું મિશ્ર અને બેવડું વાતાવરણ રહેતા લોકોમાં બીમારીઓનું પ્રમાણ વધ્યું છે. જેમાં ડેન્ગ્યુ, મલેરીયા, ગ્રેસ્ટ્રો સહિતના વાયરલ દર્દીઓમાં સંખ્યા બમણી થઈ છે. સુરતમાં સરેરાશ દર ત્રીજી વ્યક્તિ શરદી અને ખાંસીથી પીડિત છે. અગાઉ જૂન-જુલાઈમાં ડેન્ગ્યુ મલેરિયાના દર્દીઓ વધતા હતા. આ વખતે માર્ચથી જ રોજના 50થી 60 દર્દી જોવા મળી રહ્યા છે. હાલમાં જ સુરત સિવિલ હોસ્પિટલમાં વાયરલના રોજ 75થી 100 દર્દીઓ આવે છે. જે ગત વર્ષની સરખામણી સામે આ વર્ષમાં બમણો વધારો નોંધાયો છે. સામાન્ય રીતે ઋતુમાં સતત પરિવર્તન થતું રહેતા વાયરલના રોગો ફેલાય છે. આ વર્ષ માર્ચમાં જ વાતાવરણમાં આવો પરિવર્તન જોવા મળ્યું છે. જેના કારણે સીઝનલ રોગોમાં વધારો થઈ રહ્યો છે. વાયરલ ફીવરની સાથે ઇન્ફ્લુએન્ઝાના કેસોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. તબીબો નું માનું છે કે, આ સ્થિતિમાં લોકોએ સતર્કતા રાખવી જરૂરી છે.

Next Story