સુરતમાં ધોધમાર વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત
આભ ફાટતા બે કલાકમાં 6 ઈંચ વરસાદ ખાબક્યો
શહેરમાં જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ
વાહનો પણ વરસાદી પાણીમાં અડધા ડૂબી ગયા
ભારે વરસાદને પગલે શાળાઓમાં રજા કરાઇ જાહેર
ગુજરાતમાં ભારે વરસાદનો દોર શરૂ થઈ ગયો છે,સુરતમાં સવારના બે કલાકમાં જ છ ઇંચ જેટલો વરસાદ ખાબકી જતા મિની પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે.અને શહેરમાં જળબંબાકારની પરિસ્થિતિ સર્જાય હતી.
સુરતમાં આજરોજ સવારે મેઘરાજાનો આક્રોશ ભર્યો અવતાર જોવા મળ્યો હતો.આભ ફાટતા બે કલાકમાં જ 6 ઇંચ જેટલો વરસાદ ખાબકતા સર્વત્ર જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ ગઈ હતી.શહેરના અડાજણ પાટિયાના રસ્તાઓ બેટમાં ફેરવાઇ ગયા છે.જ્યારે લોકોના વાહનો પણ પાણીમાં અડધા ડૂબી ગયા છે.અને ટ્રાફિક પોલીસના કર્મીઓ દ્વારા પણ લોકોને મદદ કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. ચારેકોર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.
સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે.જયારે સવારની પાળીમાં વિદ્યાર્થીઓને સલામત ઘરે મૂકવા માટે સૂચના આપવામાં આવી હતી.
આ ધોધમાર વરસાદને કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના શરૂ થતા, જનજીવન પર તેની અસર સ્પષ્ટ દેખાઈ રહી છે.અને સરકારી તંત્ર પણ સમગ્ર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સાબદુ થઇ ગયું છે.