/connect-gujarat/media/post_banners/beb858a608d7bddc19eb6242a2561d69cc3636e3ca7c7f8f0f755cdd22805c3d.webp)
સુરત શહેરના ખટોદરા વિસ્તાર સ્થિત ખોડીયાર મંદિરમાં 2 તસ્કરો તલવાર લઈને ત્રાટક્યા હતા, જ્યાં દાનપેટીમાં રહેલી રોકડ રકમની ચોરી કરતાં સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હતી.
સુરત શહેર તથા જીલ્લામાં તસ્કરો જાણે પોલીસના ડર વિના બેફામ બન્યા હોય તેમ એકબાદ એક ચોરી, ધાડ તેમજ લૂંટની ઘટનાને અંજામ આપી રહ્યા છે, ત્યારે ખટોદરા વિસ્તારમાં આવેલ ખોડીયાર મંદિરમાંથી ચોરીની ઘટના સામે આવી છે. ખોડીયાર મંદિરમાં તસ્કરોએ દાનપેટીમાં રહેલી અંદાજે 15 હાજર જેટલી રોકડ રકમ લઈને ફરાર થઈ ગયા હતા, ત્યારે સમગ્ર ચોરીની ઘટના મંદિરમાં રહેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જોકે, મંદિરના પુજારી વહેલી સવારે મંદિરે પૂજા કરવા આવે છે, ત્યારે મંદિરના દરવાજાનું તાળું તૂટેલી હાલતમાં જોવા મળ્યું હતું. બનાવના પગલે પુજારીએ ટ્રસ્ટીઓને ઘટનાની જાણ કરી હતી. ત્યારબાદ ખટોદરા પોલીસને જાણ કરાતા પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાની સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે તપાસ કરતાં CCTVમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, 2 તસ્કરો પૈકીનો એક રસકર હાથમાં તલવાર લઈને મંદિરમાં પ્રવેશ કરે છે, ત્યારે પોતાના સ્વબચાવ માટે તલવાર લઈને નીકળેલા તસ્કરો વિરુદ્ધ ખટોદરા પોલીસે ગુન્હો દાખલ કર્યો છે. એટલું જ નહીં, CCTV ફૂટેજના આધારે તસ્કરોને ઝડપી લેવા પોલીસે કવાયત હાથ ધરી છે.