સુરત : ઓરિસ્સાના ભુવનેશ્વર ઝૂ’માંથી વાઘની જોડી ભેટ મળતા સરથાણા નેચર પાર્કની રોનકમાં વધારો...

ડિસેમ્બર-જાન્યુઆરી દરમિયાન ઓરિસ્સાના ભુવનેશ્વર ઝૂની મુલાકાતે ગયેલી સુરત મહાનગરપાલિકાની ટીમને એક નર અને એક માદા વાઘની જોડી ભેટ મળી છે, 

New Update
  • મહાનગરપાલિકા સંચાલિત સરથાણા નેચર પાર્ક

  • સરથાણા નેચર પાર્કની રોનકમાં કરાયો વધારો

  • ઓરિસ્સાના ભુવનેશ્વર ઝૂથી વાઘની જોડી ભેટ મળી

  • સરથાણા નેચર પાર્કમાં 3 કદાવર વાઘનો ઉમેરો

  • 45 દિવસના ક્વોરન્ટાઇન બાદ જોવા મળશે વાઘ

સુરત મહાનગરપાલિકા સંચાલિત સરથાણા નેચર પાર્કમાં 3 વાઘનું આગમન થતાં દોઢ મહિના બાદ પાર્કની રોનકમાં વધારો થવા જઈ રહ્યો છે.

ડિસેમ્બર-જાન્યુઆરી દરમિયાન ઓરિસ્સાના ભુવનેશ્વર ઝૂની મુલાકાતે ગયેલી સુરત મહાનગરપાલિકાની ટીમને એક નર અને એક માદા વાઘની જોડી ભેટ મળી છેત્યારે હવે સુરતના સરથાણા નેચર પાર્કમાં 3 વાઘનું આગમન થતાં દોઢ મહિના બાદ પાર્કની રોનકમાં વધારો થવા જઈ રહ્યો છે. આ ઉપરાંત 2 માદા વરૂ2 નર અને 3 માદા શિયાળ2 માદા બાર્કિંગ ડિયર તથા 1 નર અને 2 માદા ચોશિંગા પણ સરથાણા નેચર પાર્કમાં લાવવામાં આવ્યા છે. આ પ્રાણીઓના બદલામાં સુરતથી નંદન કાનન ઝૂને 3 નર અને 2 માદા જળબિલાડી1 નર અને 1 માદા સિલ્વર ફિશાઉલ10 કાચબા તથા 2 નર વરૂ અપાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કેઅગાઉ ઓક્ટોબરમાં ઈન્દોરથી 1 નર વાઘ સુરત લવાયો હતો. આ સાથે પાર્કમાં ક્રિષ્ણા’ વાઘ સહિત હવે વાઘની સંખ્યા 4 થઈ ગઈ છેજ્યારે 2 વ્હાઇટ સાથે વાઘની કુલ સંખ્યા 6 થઈ છે. જોકેપ્રોટોકોલ અનુસાર 45 દિવસ ક્વોરન્ટાઈન રાખી વાઘને કાયમી પ્રદર્શનમાં મુકાશે.

Latest Stories