સુરત : રાજ્યના પ્રથમ “એન્ટી નાર્કોટિક્સ યુનિટ”નું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ઉદ્ઘાટન કરાયું...

ગુજરાતમાં સૌપ્રથમ વખત સુરતમાં એન્ટી નાર્કોટિક્સ યુનિટનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. જે લોકો ડ્રગ્સના બંધાણી છે,

New Update
  • "નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન"ને આપવામાં આવ્યો વેગ

  • નશાના કારોબારને રોકવા હવે પોલીસ સમાજ સેવા પણ કરશે

  • ગુજરાતમાં સૌપ્રથમ વખત એન્ટી નાર્કોટિક્સ યુનિટ-1નો પ્રારંભ

  • ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના વરદ હસ્તે યુનિટનું ઉદ્ઘાટન કરાયું

  • પોલીસ કમિશ્નર સહિતના ઉચ્ચ અધિકારીઓની વિશેષ ઉપસ્થિતિ

ગુજરાતમાં સૌપ્રથમ વખત સુરતમાં એન્ટી નાર્કોટિક્સ યુનિટનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. જે લોકો ડ્રગ્સના બંધાણી છેતેવા લોકોની ઓળખ ગુપ્ત રાખી તેઓને નશા દલદલમાંથી બહાર લાવવામાં આ યુનિટ મદદરૂપ બનશે.

ગુજરાત રાજ્યમાં સૌપ્રથમ એન્ટી નાર્કોટિક્સ યુનિટની સુરતમાં શરૂઆત કરવામાં આવી છે. કેન્દ્રિય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે આ યુનિટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. એન્ટી નાર્કોટિક્સ યુનિટ એ નશાના કારોબારને રોકવાનું અભિયાન ચલાવશેતેમજ નશાના બંધાણીને લત છોડાવવા કવાયત હાથ ધરશે. ઉપરાંત સેન્ટરમાં જો કોઈ ડ્રગ્સનો બંધાણી આવશે તો પોલીસ તેની ઓળખ ગુપ્ત રાખશે. સાથે ડ્રગ્સના બંધાણી સામે કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં નહીં આવે. ડ્રગ્સની લતમાંથી બહાર લાવી તેમનું જીવન સુધારવામાં મદદ કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કેડ્રગ્સની સામે સુરત પોલીસ પહેલાથી જ "નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન" ચલાવી રહી છે. એટલે કેઆ એન્ટી નાર્કોટિક્સ યુનિટ એક પ્રકારે રિહેબ સેન્ટરનું કામકરવા જઈ રહ્યું છે.

Read the Next Article

સુરત : સ્મીમેર હોસ્પિટલમાં દર્દીની સારવારમાં બેદરકારીનો આક્ષેપ,વિડીયો વાયરલ થતા તંત્ર આવ્યું હરકતમાં

સુરત શહેરની સ્મીમેર હોસ્પિટલમાં દર્દીની સારવારમાં ગંભીર બેદરકારીના આક્ષેપ કરતો એક વિડીયો વાયરલ થયો હતો,જે સંદર્ભે મહાનગરપાલીકાનું તંત્ર હરકતમાં આવીને તપાસના આદેશ આપ્યા હતા.

New Update
  • સ્મીમેર હોસ્પિટલની બેદરકારી

  • દર્દીની સારવારમાં દાખવી બેદરકારી

  • હોસ્પિટલનો વિડીયો થયો હતો વાયરલ

  • મનપા દ્વારા કરવામાં આવી કાર્યવાહી

  • મનપાએ આપ્યા તપાસના આદેશ 

સુરત શહેરની સ્મીમેર હોસ્પિટલમાં દર્દીની સારવારમાં ગંભીર બેદરકારીના આક્ષેપ કરતો એક વિડીયો વાયરલ થયો હતો,જે સંદર્ભે મહાનગરપાલીકાનું તંત્ર હરકતમાં આવીને તપાસના આદેશ આપ્યા હતા.

સુરત શહેરમાં સ્મીમેર હોસ્પિટલમાં એક દર્દીને સમયસર સારવાર આપવામાં આવી નહોવાનો એક વિડીયો વાયરલ થયો હતો,સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોથી મહાનરપાલિકાનું તંત્ર પણ એક્શનમાં આવી ગયું હતું,અને સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા હતા.મનપાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજન પટેલ દ્વારા આ ગંભીર બાબત અંગે સૂચનાઓ આપી હતી,અને હોસ્પિટલનાRMOને આ અંગે સૂચના આપીને દર્દીઓ સાથે આવી બેદરકારી ક્યારે પણ સાંખી લેવામાં નહીં આવે તેમ તેઓએ જણાવ્યું હતું.તેમજ ભવિષ્યમાં આવા પ્રકારની ગંભીર બેદરકારી ન થાય તે માટે પણ જરૂરી સૂચનાઓ તેઓએ હોસ્પિટલના તંત્રને આપી હતી.