સુરત : લંડનથી અમદાવાદ ફ્લાઇટમાં આવેલા મહિલા યાત્રીની આપવીતી,વિમાનમાં પહેલાથી જ હતી ખામી!

અમદાવાદમાં સર્જાયેલી ભયાવહ વિમાન દુર્ઘટનામાં 265 લોકોના જીવ હોમાય ગયા હતા,જોકે આજ ફ્લાઈટમાં લંડનથી અમદાવાદ આવેલા સુરતના મહિલા યાત્રીએ વિમાનની ખામી વિશે વાત કરીને આપવીતી વર્ણવી હતી.

New Update
  • અમદાવાદ પ્લેન દુર્ઘટના મામલો

  • સુરતના મહિલા યાત્રીએ વ્યક્ત કરી આપવીતી

  • આજ ફ્લાઇટમાં લંડનથી અમદાવાદ આવ્યા હતા

  • હિનાબેન દ્વારા ફ્લાઈટમાં અનેક ક્ષતિ હોવાનું જણાવ્યું

  • લંડનથી ફ્લાઇટ ઉપડી ત્યારે પણ પ્લેનનુંAC બંધ હતું

  • પ્લેનની અંદરના ડિસ્પ્લે પણ હતા બંધ

  • અમદાવાદ લેન્ડિંગ સમયે ખખડધજ અવાજ આવતો હતો

અમદાવાદમાં સર્જાયેલી ભયાવહ વિમાન દુર્ઘટનામાં 265 લોકોના જીવ હોમાય ગયા હતા,જોકે આજ ફ્લાઈટમાં લંડનથી અમદાવાદ આવેલા સુરતના મહિલા યાત્રીએ વિમાનની ખામી વિશે વાત કરીને આપવીતી વર્ણવી હતી.

અમદાવાદ નજીક એર ઈન્ડિયાની ફ્લાઈટ-172ના દુર્ઘટનાગ્રસ્ત થવાના મામલે સુરતના હવાઈ યાત્રી હિનાબેન કાલરીયાએ પોતાની આપવીતી વર્ણવી હતીતેઓ આ ક્રેશ થયેલી ફ્લાઈટમાં જ લંડનથી અમદાવાદ માત્ર દોઢ કલાક પહેલા જ સુરક્ષિત ઉતર્યા હતા. હિનાબેન દ્વારા ફ્લાઈટમાં અનેક ક્ષતિઓ હોવાનું જણાવી રહ્યા છે. આ દુર્ઘટનાથી પોતે ચમત્કારિક રીતે બચ્યા હોવાનું જણાવ્યું હતું.

સુરતના સરથાણા વિસ્તારમાં રહેતા હિનાબેન કાલરીયાએ જણાવ્યું કેતેઓ લંડનથી એર ઈન્ડિયાની ફ્લાઈટ-172માં સવાર થઈને બપોરે 12 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા હતા. તેમના ઉતર્યાના માત્ર દોઢ જ કલાકમાં આ જ ફ્લાઇટ ક્રેશ થઈજેના સમાચાર સાંભળીને તેમને આઘાત લાગ્યો હતો.

હિનાબેને ફ્લાઈટની ખામીઓ વિશે જણાવ્યું કે,લંડનથી ફ્લાઈટ ઉપડી ત્યારે શરૂઆતમાં જ પ્લેનનુંAC બંધ હતું. પ્લેનની અંદર રાખવામાં આવેલા તમામ ડિસ્પ્લે પણ બંધ હતા. જ્યારે અમે એર હોસ્ટેસને આ અંગે રજૂઆત કરીત્યારે તેમણે મોબાઈલ અપડેટ કરવા કહ્યું અને ટેકનિકલ ખામીને કારણે ડિસ્પ્લે બંધ થવાનું જણાવ્યું હતું.

આ ઉપરાંતહિનાબેને ઉમેર્યું કે,પ્લેન અમદાવાદ લેન્ડિંગ થતું હતું ત્યારે પણ ખખડધજ અવાજ આવતો હતો. જૂની એસટી બસની જેમ પ્લેનમાં લેન્ડ સમયે અવાજ આવતો હતોજેના કારણે મને ખૂબ જ ડર લાગ્યો હતો.

હિનાબેન આ પહેલા અમદાવાદથી ઇજિપ્તની ફ્લાઈટમાં પોતાના પુત્ર અને પતિ સાથે લંડન ગયા હતા. તેમણે ઇજિપ્તની ફ્લાઈટનો અનુભવ વર્ણવતા જણાવ્યું કેઈજિપ્તની ફ્લાઈટમાં કોઈ જ પ્રકારની સમસ્યા કે ડર લાગ્યો ન હતો પરંતુઅમદાવાદની ફ્લાઈટમાં લેન્ડ થતી વખતે મને ખૂબ જ ડર લાગ્યો હતો.

#CGNews #woman #London #Surat #flight #return #Plane crash
Latest Stories
Read the Next Article

સુરત : સંતાનોની ફી સહાય મેળવવા રત્નકલાકાર સહાય પેક...

સુરત : સંતાનોની ફી સહાય મેળવવા રત્નકલાકાર સહાય પેકેજ યોજના, 300 સ્કૂલમાં 65 હજાર ફોર્મ ભરાયા...

સુરતના ડાયમંડ ઉદ્યોગના ઈતિહાસમાં પહેલી વખત સૌથી લાંબી મંદી ચાલી છે. છેલ્લાં 3 વર્ષથી મંદી હોવાથી અનેક રત્નકલાકારો આર્થિક રીતે મુશ્કેલીમાં મુકાયા હતા

New Update
  • રત્ન કલાકારો માટે સહાય યોજનાની પ્રક્રિયા પૂર્ણ

  • 55 હજારથી વધુ રત્ન કલાકારોએ ભર્યા હતા ફોર્મ

  • પોતાના બાળકોની ફી માટે ફોર્મ ભરવામાં આવ્યા

  • વિદ્યાર્થી દીઠ રૂ. 13,500 ચૂકવવા સરકારનો નિર્ણય

  • તમામ ફોર્મ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં જમા કરાવાયા

સુરત શહેર તથા જિલ્લામાં રત્નકલાકારોના સંતાનોની ફી ભરવા માટે રાજ્ય સરકારે જાહેર કરેલી સહાય યોજનામાં 300 સ્કૂલના 55 હજારથી વધુ રત્નકલાકારોએ 65 હજાર ફોર્મ ભર્યાં છે. હવે ડાયમંડ એસોસિએશનમાંથી ભલામણ પત્રો મેળવ્યા બાદ ફોર્મની સ્ક્રુટિની કરી ચકાસણી કરવામાં આવશે.

સુરતના ડાયમંડ ઉદ્યોગના ઈતિહાસમાં પહેલી વખત સૌથી લાંબી મંદી ચાલી છે. છેલ્લાં 3 વર્ષથી મંદી હોવાથી અનેક રત્નકલાકારો આર્થિક રીતે મુશ્કેલીમાં મુકાયા હતા. જેથી રત્કલાકારોને રાહત આપવા માટે રાજ્ય સરકાર દ્વારા સહાય યોજના જાહેર કરવામાં આવી હતી. જેમાં જે રત્નકલાકારોની 31 માર્ચ-2024 પહેલાં ડાયમંડ ઉદ્યોગમાંથી નોકરી છૂટી ગઈ હોય તેમના સંતાનોની એક વર્ષની મહત્તમ 13,500 રૂપિયા ફી ચૂકવવા માટે સરકાર દ્વારા યોજના જાહેર કરવામાં આવી હતી.

તા. 23 જુલાઇ સુધી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતોત્યારે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા ફોર્મ સહિતની કામગીરી કરવામાં આવી હતીજેમાં શહેરની અંદાજે 300 સ્કૂલના 55 હજાર રત્નકલાકારોએ સંતાનોની ફી ભરવા માટે 65 હજાર ફોર્મ ભર્યાં હતા. ગુરુવારે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હોવાથી હવે ફોર્મ સ્વિકારાશે નહીં. રોજગાર છૂટી ગયો હોય તેવા રત્નકલાકારોને વહેલી તકે આર્થિક સહાય મળે તે માટે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

અપેક્ષા કરતાં વધારે ફોર્મ ભરાયાં છેજેને લઈને જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા રાજ્ય સરકાર પાસે ગ્રાન્ટ માંગવામાં આવશે. ત્યારબાદ જેમ જેમ સ્ક્રૂટિની થતી જશે તેમ તેમ સહાયની રકમ આપવામાં આવશે. તો બીજી તરફતમામ ફોર્મમાં ભલામણ પત્ર મેળવવા હવે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ફોર્મને સુરત ડાયમંડ એસોસિએશનમાં મોકલશે. જેના માટે ઉદ્યોગ કેન્દ્ર ડાયમંડ એસોસિએશનને સ્ટાફ પણ ફાળવી આપશે. જે ડાયમંડ ફેક્ટરીમાંથી રત્નકલાકારની નોકરી છૂટી હોય તે કંપનીમાં કર્મચારી કામ કરતા હતા કેનહીં તેની ખરાઈ કર્યા બાદ ડાયમંડ એસોસિએશન ભલામણ પત્ર આપશે તેવું ડાયમંડ વર્કર યુનિયન તરફથી જાણવા મળ્યું છે.