/connect-gujarat/media/post_banners/aff5c50c422432b8bbb9eb3a4b483d135f618e76a8b99beea27ae045e630c1f3.webp)
સુરતના પરવટ પાટિયા ફ્લાય ઓવરબ્રિજ પર સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં પોતાના લગ્નની કંકોત્રી વહેચવા નીકળેલા 26 વર્ષીય યુવકને કાળમુખો ટ્રક ભરખી ગયો હતો.
સુરત ગોડાદરા લક્ષ્મીપાર્ક સોસાયટીમાં રહેતો 26 વર્ષીય જીતેન્દ્રદાન ચારણના 4 દિવસ બાદ 22મી ફેબ્રુઆરીએ લગ્ન થવાના હતા. શુક્રવારે જીતેન્દ્રદાન સંબંધીઓને લગ્નની કંકોત્રી આપવા નીકળ્યો હતો ત્યારે પરવત પાટીયા ફ્લાય ઓવરબ્રિજ પર સિમેન્ટ ભરેલા ટ્રકે અડફેટે લીધો હતો. જીતેન્દ્રને તાત્કાલિક સ્મીમેર લઇ જવાયો હતો. જ્યાં જીતેન્દ્રનો એક પગ કાપવો પડ્યો હતો. જોકે ઓપરેશન બાદ પણ તબીબ તેને બચાવી શક્યા ન હતા અને ટુંકી સારવાર બાદ તેનું મોત નિપજ્યું હતું. પુણા પોલીસે અજાણ્યા ટ્રક ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.