Connect Gujarat
સુરત 

સુરત : બોરસરા ગામે 10 વર્ષીય બાળકી પર દુષ્કર્મ આચરનાર ટ્રક ચાલકની મુંબઈના ભિવંડીથી ધરપકડ...

પોલીસ તપાસમાં આરોપી ટ્રક ચલાવી સુરત આવ્યો હતો, અને તેણે બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું.

X

સુરત જિલ્લાના કોસંબા પોલીસ મથકની હદમાં બોરસરા ગામે 10 વર્ષીય બાળકી પર દુષ્કર્મ આચરનાર નરાધમની CCTV ફૂટેજના આધારે પોલીસે મુંબઈના ભિવંડીથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના બોરસરા ગામની સીમમાં વતનથી માસા સાથે રહેવા આવેલી 10 વર્ષીય સગીરા રાત્રે નિંદ્રા માણી રહી હતી.

આ દરમ્યાન એક અજાણ્યો ઇસમ સગીરાને પોતાની સાથે ઉપાડી ખેતરમાં લઇ ગયો હતો, જ્યાં તેણે સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. બાળકી પર દુષ્કર્મ આચરી અજાણ્યો ઇસમ ફરાર થઇ ગયો હતો. આ મામલે ફરિયાદ થતા પોલીસ હરકતમાં આવી હતી, અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસે તપાસ કરતા ત્યાં સીગરાને પડાવમાંથી ઉપાડીને લઈને જતો નરાધમ CCTVમાં કેદ થયો હતો, ત્યારે આ મામલે કોસંબા પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. તો બીજી તરફ આરોપીને પકડવા માટે પોલીસે અલગ અલગ ટીમ બનાવી હતી.

આ ઘટનામાં પોલીસે મૂળ ઉતર પ્રદેશના વતની વિકાસ શ્યામજીત યાદવને મુંબઈના ભિવંડીથી ઝડપી પાડ્યો હતો. પોલીસ તપાસમાં આરોપી ટ્રક ચલાવી સુરત આવ્યો હતો, અને તેણે બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે આરોપીને કડકમાં કડક સજા થાય તેવી સુરત પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે.

Next Story