Connect Gujarat
સુરત 

સુરત : રૂ. 50 લાખથી વધુની ચોરીનો ભેદ ઉકેલાયો, દુકાનમાં કામ કરતાં કારીગરની સંડોવણી : પોલીસ

સુરતના સલાબતપુરા-રીંગરોડ ખાતે આવેલ મહાલક્ષ્મી માર્કેટમાં એકતા એન્ટરપ્રાઇઝ નામની દુકાનમાં ચોરીની ઘટના સામે આવી હતી.

X

સુરત શહેરના સલાબતપુરા-રીંગરોડ નજીક કાપડની દુકાનમાંથી ડીઝીટલ લોકર મળી લાખોની મત્તા ચોરી કરી ફરાર થયેલ એક સગીર સહીત 4 આરોપીની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુરતના સલાબતપુરા-રીંગરોડ ખાતે આવેલ મહાલક્ષ્મી માર્કેટમાં એકતા એન્ટરપ્રાઇઝ નામની દુકાનમાં ચોરીની ઘટના સામે આવી હતી. જેમાં તસ્કરોએ ડીઝીટલ લોકર મળી લાખોની રોકડ રકમ ચોરી કરી ફરાર થઇ ગયા હતા. સમગ્ર મામલે દુકાન માલિકે સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ ગુનાનો ભેદ ઉકેલવા માટે સુરત ક્રાઈમ બ્રાંચની ટીમ પણ તપાસમાં જોડાઈ હતી, ત્યારે આ ઘટનાનો ભેદ સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે ઉકેલી કાઢ્યો છે. સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે બાતમીના આધારે ઉતરપ્રદેશના પ્રતાપગઢ જીલ્લાના સાંગીપુર ગામથી 21 વર્ષીય સોનું દાનપાલ વર્મા, 20 વર્ષીય અંકુર ઉર્ફે કલ્લુ સદાશિવ દુબે, 23 વર્ષીય અફસર અલી ઉર્ફે મોહમંદ રઝા મોહમંદ નિસાર શેખ અને એક સગીરની અટકાયત કરી હતી. પોલીસે આરોપીઓ પાસેથી રૂપિયા 50.07 લાખ રોકડ તેમજ રૂપિયા 1.70 લાખની કિમતના 4 મોબાઈલ ફોન જપ્ત કર્યા છે. આ સાથે જ દુકાનમાં છેલ્લા 5 વર્ષથી કામ કરતા કારીગરે જ ચોરી અંગે ટીપ આપી હોવાનું પણ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

Next Story