સુરત :રેલવે સ્ટેશન પર વતન જવા માટે  છઠ્ઠ પૂજાને લઇ રેલ યાત્રીઓની ઉમટી ભારે ભીડ

સુરત રેલવે સ્ટેશન રેલ યાત્રીઓથી ઉભરાય ગયું છે, છઠ્ઠ પૂજા અર્થે માદરે વતન જવા માટે મોટી સંખ્યામાં મુસાફરો રેલવે સ્ટેશન પર ઉમટી પડ્યા હતા.

New Update
Advertisment

સુરત રેલવે સ્ટેશન રેલ યાત્રીઓથી ઉભરાય ગયું છે, છઠ્ઠ પૂજા અર્થે માદરે વતન જવા માટે મોટી સંખ્યામાં મુસાફરો રેલવે સ્ટેશન પર ઉમટી પડ્યા હતા.

Advertisment
સુરતના ઉધના રેલવે સ્ટેશન પર દિવાળી પહેલા મુસાફરોની ભીડ જોવા મળી હતી,હવે ઉત્તર ભારત એટલે કે ઉત્તર પ્રદેશ અને બિહારમાં છઠ્ઠ પૂજાનું મહત્વ છે,ત્યારે સુરતમાં વસતા ઉત્તર પ્રદેશ અને બિહારના લોકોએ છઠ્ઠ પૂજા માટે માદરે વતન તરફની વાટ પકડી હતી.
રેલ યાત્રીઓની ભીડને જોતા પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો,કહેવાય છે કે ટ્રેનમાં બેસવા માટે 12 કલાકથી મુસાફરો રેલવે સ્ટેશન પર આવી પહોંચ્યા હતા.અને પોલીસતંત્ર દ્વારા પણ કોઈપણ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય તે માટે હળવો બળપ્રયોગ પણ કરવો પડ્યો હતો.
Latest Stories